સુરત: (Surat) શહેરમાં હજી ઠંડી માંડ વિદાય લઈ રહી છે ત્યાં ગરમીએ (Summer) પ્રકોપ વર્તાવવાનો શરૂ કરી દીધો છે. આજે ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચતા ફેબ્રુઆરી મહિનાની ગરમીએ (Hot) છેલ્લા 6 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આજે 38 ડિગ્રી ટેમ્પરેચર (Temperature) રહ્યું, હવામાન વિભાગની આગામી મુજબ બે દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે
- ફેબ્રુઆરી મહિનાની ગરમીએ 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો: 48 કલાકમાં હિટવેવની આગાહી
- આજે 38 ડિગ્રી ટેમ્પરેચર રહ્યું, હવામાન વિભાગની આગામી મુજબ બે દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં હવે ગરમીનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગે આવતા અઠવાડિયાથી આકરી ગરમીના સંકેત આપ્યા હતા. પરંતુ તેના અઠવાડિયા પહેલાં જ ગરમીએ તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 38.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ એક ડિગ્રી વધીને 20.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 28 ટકા ભેજની સાથે 4 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. આગામી બે દિવસમાં પવનોની દિશામાં ફેરફાર થવાની સાથે ગરમી વધારે સખત બનવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગાહી પહેલાં જ આજે ગરમીએ કહેર વર્તાવ્યો હોય તેવો અનુભવ થયો હતો. બપોરે ચામડી દઝાડે તેવી ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. હજી તો ગરમીની શરૂઆત છે ત્યારે ફેબ્રુઆરી મહિનાની ગરમીએ 6 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આગામી દિવસોમાં ગરમી પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે તો નવાઈ નથી. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસમાં હીટવેવની પણ આગાહી કરી છે.
- છેલ્લા 6 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલી ગરમી
- વર્ષ તાપમાન
- 2018 38.4
- 2019 37.0
- 2020 37.0
- 2021 36.0
- 2022 35.9
- 2023 38.4
નવસારીમાં લઘુત્તમ દોઢ અને મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધતા ગરમી યથાવત
નવસારી : નવસારીમાં આજે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી વધતા નવસારીમાં આકરી ગરમી યથાવત રહી હતી. નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રી વધ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રવિવારે નવસારીમાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 16 ટકા જેટલું નીચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 3.7 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.