સુરત(Surat): શહેરના ઘોડદોડ રોડ (Ghoddod Road) પર દિલ્હીના (Delhi) નિવૃત્ત જજની પુત્રીએ માનસિક બિમારીથી કંટાળી 10 મા માળેથી કંટાળી આપઘાત (Suiside) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નિવૃત્ત જજ અઠવાડિયા પહેલા જ દિલ્લીથી સુરત રહેવા આવ્યા હતા. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
નવી સિવિલ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ નજીક સરેલા વાડીની ગલીમાં મેઘધનુષ એપાર્ટમેન્ટમાં સુરેન્દ્રભાઈ અગ્રવાલ દિલ્હીના નિવૃત્ત જજ રહે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર મુંબઈમાં નોકરી કરે છે. પુત્રને મળી શકાય તે માટે તેઓ દિલ્હીથી અઠવાડિયા પહેલા જ સુરત રહેવા આવ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે તેમની 27 વર્ષીય પુત્રીએ 10 મા માળેથી કુદી આપઘાત કર્યો હતો. સુરેન્દ્રભાઈ નિત્યક્રમ મુજબ સવારે ચાર વાગે પૂજાપાઠ કરવા ઉઠ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તેમની પુત્રી વિભા પણ ઘરમાં નહોતી. જેથી સુરેન્દ્રભાઈએ તેની પત્નીને વિભા ઘરમાં નહીં હોવાનું કહ્યું હતું. તેની શોધખોળ કરતા વોચમેનને પુછ્યું હતું. ત્યારે વોચમેને એક યુવતી નીચે પટકાયેલી હોવાનું જણાવ્યું હતું. વિભા ચાર વર્ષથી માનસિક બિમારીમાં પીડાઇ રહી હતી. જેની દવા પણ ચાલતી હતી. વિભા ગ્રેજ્યુએટ પરંતુ માનસિક બીમારીથી પીડિત હતી જેના કારણે તેને નોકરી મળતી નહોતી. રવિવારે બપોરે કોઈને કઈ કહ્યા વગર વિભા ઘરમાંથી જતી રહી હતી.
જીમ ટ્રેઈનરે યુવતીના પ્રેમના ડિપ્રેશનમાં આવી કર્યો આપઘાત
શહેરના પાલનપુર પાટિયા ખાતે જીમ ટ્રેઇનરે યુવતી સાથેના પ્રેમ-સંબંધમાં ડિપ્રેશનમાં આવીને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ પાલનપુર પાટીયાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો 25 વર્ષીય અરવિંદ પૃથ્વીસિંહ રાજપૂત જિમ ટ્રેઇનર તરીકે નોકરી કરતો હતો. અરવિંદ યુવતી સાથે પ્રેમ સંબંધમાં પડ્યો હતો. પરંતુ યુવતી તેને છોડીને ચાલી ગઈ ત્યારબાદથી તે ડિપ્રેશનમાં રહેતો હતો. અરવિંદની જીમ ટ્રેઇનરની નોકરી પણ છૂટી ગઈ હતી. અરવિંદ માતા સાથે આલુપુરીની લારી પર કામ કરવા લાગ્યો હતો. ડિપ્રેશનમાં આવીને ગઈકાલે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે.