સુરત: (Surat) નવું મકાન લેવા શેઠાણી પાસે 2 લાખ લીધા બાદ કોઈ કારણસર નોકરી (Job) છોડી દેનાર શ્રમજીવી મહીલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પણ પત્નીના આપઘાત (Suicide_ પાછળ પૂર્વ શેઠાણીની દબાણ પૂર્વકની ઉઘરાણી કારણભૂત હોવાનો પતિએ આરોપ લગાડ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્યુસાઈડ નોટમાં જયશ્રીએ લખ્યું- મેં જીના ચાહતી થી લેકિન..
પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં જયશ્રીએ લખ્યું છે કે મૈં જીના ચાહતી થી પર યે નેવિન લાખાણી ઔર કામનાથ લાખાણીને મેરા જીના દુશ્વાર કર દિયા.. ઇન દોનોં કી વજહ સે મૈં યે કર રહી હૂં.. મેરે મરને કા કારણ યે દોનોં હી હૈ.. નેવિન કામનાથ.. બહોત કુછ લીખના થા પર ક્યા લીખું.. નેવિન કૈસી ઔરત હૈ.. તો વો કામ વાલો કો અચ્છા નહીં રખતી.. ઉનકી કોઈ કમજોરી હાથ લગ ગઈ તો વો કામ વાલોં કા જીના મુશ્કિલ કર દેતી હૈ ઔ ઓર કમ પગાર મેં કામ કરાતી હૈ દિન રાત.. એસી હૈ..
અંબા નગરમાં બનેલી આ ઘટના બાદ સિવીલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર શોકમાં ગરકાવ પતિ એ કહ્યું હતું કે જયશ્રીએ પ્રતિ માસ હજાર-બે હજાર આપવાની શરતે 2 લાખ લીધા હતા. જોકે વારંવાર ફોન કરી 15 જૂલાઈ સુધીમાં રૂપિયા આપી દેવા દબાણ કરાતું હોવાનું માનસિક તણાવ જયશ્રીને આપઘાત તરફ ખેંચી ગયું હોય એમ કહી શકાય છે. પીડિતાના પતિ ગૌતમ જાદવએ જણાવ્યું હતું કે જયશ્રી સાથેના 23 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે દીકરીઓ અવતરી છે. હાલ બંન્ને અભ્યાસ કરી રહી છે. અમે બંન્ને નોકરી કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા હતા. જયશ્રી ઘર કામ કરતી અને હું છૂટક કામ કરતો હતો.
પતિએ જણાવ્યું હતું કે આજે જયશ્રી ઘર કામ પર ગઈ ન હતી. માતા પોતાની સારવાર માટે હોસ્પિટલ ગયા હતા. બંન્ને બાળકો શાળામાં હતા. માતા ઘરે આવતા દરવાજો હળવો ખુલ્લો હતો. પાણી ભરેલી ડોલના ટેકાથી દરવાજો બંધ હતો. ખોલીને જોતા વહુ જયશ્રી પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. માતાની બૂમ સાંભળી લોકો દોડી આવતા ચોંકી ગયા હતા. વધુમાં જણાવ્યું હતું જયશ્રીના આપઘાત પાછળ માનસિક તણાવ હતો. અમે 3 મહિલા પહેલા ઘોડદોડ રોડ કરીમાબાદ સોસાયટીના એક બંગલામાં કામ પણ કરતા અને ત્યાં જ શેઠાણીના સગાના ઘરે રહેતા હતા. વર્ષો જૂની નોકરી હોવાથી જયશ્રીએ નવા મકાન ખરીદી માટે શેઠાણી પાસે 2 લાખ રૂપિયા દર મહિને હજાર- બે હજાર પગારમાંથી આપવાની શરતે લીધા હતા.
જોકે 3 મહિના બાદ વારંવાર શેઠાણીના ઝધડાથી કંટાળી અમે નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ શેઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. દોઢ મહિના પહેલા પણ કડક ઉઘરાણી કરી હતી. ત્યાર બાદ ફોન પર ધમકાવવાના સૂરે વાત કરતા હતા. છેલ્લે 15 જુલાઈ સુધીમાં 2 લાખ આપી જવાનું કહી ફોન કાપી નાંખ્યો હતો. આટલી જલ્દી આટલી મોટી રકમની કોઈ વ્યવસ્થા કરવી અશક્ય હતું. બસ આ બાબતે માનસિક તણાવમાં રહેતી હતી. અમારી પાસે શેઠાણીની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે. ખટોદરા પોલીસે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.