SURAT

સુરતના મગદલ્લા ખાતે રહેતી ધોરણ 12 ની વિદ્યાર્થીનીનો આપઘાત

સુરત: (Surat) શહેરના મગદલ્લા ખાતે રહેતી અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (Students) પોતાના જ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પુત્રીના મોતને પગલે પરિવાર શોકમાં સરી પડ્યો છે.

ઉમરા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લા ખાતે રહેતી 18 વર્ષીય વિદ્યાર્થિની નિહારિકા હિમ્મતભાઈ મુનિયા એ પોતાના ઘરમાં છતના પંખા સાથ સાડી બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિની મગદલ્લા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ 12 કોમર્સમાં ભણતી હતી. તેણીને એક ભાઈ છે અને તેના ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.

દીકરીએ ભરેલા પગલાનું પ્રાથમિક તબક્કે કોઇ કારણ જાણવા મળ્યું નથી. જયારે એકની એક પુત્રીના મોતને પગલે માતા પિતા સહિત પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવ અંગે ઉમરા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top