સુરત : હવે પેસેન્જરોની (Passenger) સાથે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પણ જઈ શકે, તેવા ડબલ ડેકર (Double Decker ) કોચ અને બસના (Bus) જનરેશન તૈયાર કરાયા છે. એટલું જ નહીં, પેસેન્જરોને તકલીફ નહીં પડે તે રીતે વાહનો કોચ કે બસમાં ચઢાવી કે ઊતારી શકાશે. ઉપરાંત નવા જનરેશનથી તૈયાર થનારા ડબલ ડેકર કોચ અને બસથી અકસ્માતો ઘટી જશે અને સરકારની આવકમાં વધારો પણ થશે.
- સુરતના વિદ્યાર્થીએ 12 વર્ષેની મહેનત બાદ ડબલ ડેકર કોચના 12 પ્રકારના જનરેશન તૈયાર કર્યા છે તથા એક બસનું જનરેશન તૈયાર કર્યું છે
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી સત્યેનકુમાર પાઠકે પેટન્ટ ફાઇલ કરી
- આ પ્રોજેક્ટનું મેગા વ્હીકલ કેરિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ-પબ્લિક પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વીથ વીથઆઉટ પેસેન્જર એન્ડ ઓર ગુડ્સ નામ આપવામાં આવ્યું છે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી સત્યેનકુમાર પાઠકે પેટન્ટ ફાઇલ કરી છે. જેનું નામ મેગા વ્હીકલ કેરિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ-પબ્લિક પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વીથ વીથઆઉટ પેસેન્જર એન્ડ ઓર ગુડ્સ નામ આપ્યું છે. સત્યેનકુમારે જણાવ્યું હતું કે તેમણે 12 વર્ષેની મહેનત બાદ ડબલ ડેકર કોચના 12 પ્રકારના જનરેશન તૈયાર કર્યા છે તથા એક બસનું જનરેશન તૈયાર કર્યું છે.
ડબલ ડેકર કોચમાં પેસેન્જરોની સાથે ટુ વ્હીલર અને ફોર વ્હીલર મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઇ જઇ શકાય છે. જેમાં વાહનો ચઢાવવા અને ઊતારવા સરળતા રહે, એવા પ્રકારના હાઇડ્રોલિક મશિનની પણ ડિઝાઇન તૈયાર કરાઈ છે. ઉપરાંત કોચમાં જ વાહનો 360 ડિગ્રીએ ગોળ ફરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. એવી જ રીતે ડબલ ડેકર બસનું જનરેશન તૈયાર કરાયું છે. જેમાં પણ પેસેન્જરો સાથે વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકશે.
ઉપરાંત બસમાં ચઢાવવા સાથે સરળતાથી ઊતારી શકાય એવું મોડેલ તૈયાર કરાયું છે. જેમાં પણ ઓટોમેશન સિસ્ટમ પણ એડ કરાઈ છે. આમ, આ પેટન્ટ અમલમાં આવ્યા બાદ અકસ્માતમાં મોત ઘટશે, રોજગારીની તક વધશે, ઇકો ફ્રેન્ડલી વ્યવસ્થા ઊભી થશે, ટુરિઝમ ડેવલોપમેન્ટ, વાહનવ્હહાર સિસ્ટમમાં સુરક્ષા અને સરકારની રેવેન્યુ પણ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા, કુલસચિવ રમેશદાન ગઢવીએ, માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કો-ઓડિનેટર ડો. મધુ થવાણી અને ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ઓમકારનાથ પાંડેએ વિદ્યાર્થી સત્યેનકુમારને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.