સુરત: (Surat) પાલ રોડ પર આરટીઓ પાસે જ આજ રોજ બપોરે ટ્રકના ડ્રાઇવરે (Truck Driver) મોપેડ પર જતી વિદ્યાર્થીનીને (Students) અડફેટે લેતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીની સ્કુલેથી ઘરે જતી હતી ત્યારે બનાવ બન્યો હતો.
- પાલ રોડ પર આરટીઓ પાસે મોપેડ પર જતી 16 વર્ષની વિદ્યાર્થીનીને ટ્રક ડ્રાઇવરે અડફેટે લેતા સ્થળ પરજ મોત
- સાયન્સ ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કુલેથી ઘરે જતી હતી
નવી સિવિલ હોસ્પિટલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાલમાં ગેલેક્સી સર્કલ પાસે મરૂઘર રેસિડેન્સીમાં રહેતા વિપુલ મોહનલાલ દોષી રેડિમેઇડ ગારમેન્ટનો વેપાર કરે છે. પરિવારમાં એક દીકરો અને એક દીકરી દિયા( 16 વર્ષ) છે. દિયા સેવન્થ ડે સ્કુલમાં ધોરણ 11 સાયન્ય સ્ટ્રીમમાં અભ્યાસ કરતી હતી. આજ રોજ દિયા સવારે મોપેડ લઈને સ્કુલે ગઈ હતી. બપોરે એકાદ વાગે દિયા સ્કુલેથી પરત ઘરે જઈ રહી હતી.
તે પાલમાં રાજહંસ સેલીટા પાસે આરટીઓની પાસેથી દિયા પસાર થતી હતી ત્યારે ટ્રક નંબર જીજે-05- એઝેડ-7140 ના ડ્રાઇવરે દિયાની મોપેડને અડફેટે લેતા દિયા નીચે પટકાઈ હતી.દિયાને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનીનું મોત નિપજ્યું હતું. દિયા અભ્યાસમાં ખુબજ હોશિયર હતી. એકની એક દીકરીનું આવી રીતે મોત નિપજતા પરિવાર દુખમાં ગરકાવ થઈ ગયો હતો. અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ભરૂચના ખાતે નર્મદા નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો
ભરૂચ: ભરૂચ ખાતે નર્મદા નદીના પાણીમાંથી એક વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ બી-ડિવિઝન પોલીસ મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસની હદમાં આવેલ કસક રોકડીયા હનુમાનજીના નદી કિનારેથી પાણીમાં તરતી હાલતમાં એક વૃધ્ધનો મૃતદેહ જોવામાં આવ્યો હતો. સ્થાનિકો તે જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને આ અંગે જાણ કરતા ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી જોતા મૃતદેહ કોઈ વૃધ્ધનો હોવાનું માલુમ પડેલ હતું. તેમણે આ અંગેની પોલીસને કરતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નદીના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી બી-ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.