સુરત: (Surat) મજુરાગેટ છેલ્લા ઘણા સમયથી જાણે રેડ લાઈટ એરિયા (Red Light Area) હોય તેમ રસ્તા પર લલનાઓ રાહદારીઓને પરેશાન કરે છે. પોલીસ કંટ્રોલ રૂમમાં સીડ્સ હોસ્પિટલની બાજુમાં ઇ કોમ્પ્લેક્ષમાં કુટણખાનું (Brothel) ચાલતું હોવાની ફરિયાદ મળતા અઠવા પોલીસે રેઈડ કરી હતી. પોલીસે એક ગ્રાહક અને લલનાને કઢંગી હાલતમાં પકડી સંચાલક અને ગ્રાહકની સામે ગુનો દાખલ કરી ચાર મહિલાઓને મુક્ત કરી હતી.
- મજુરાગેટ છેલ્લા ઘણા સમયથી જાણે રેડ લાઈટ એરિયા હોય તેમ રસ્તા પર લલનાઓ ફરે છે
- મજુરાગેટ પાસે નિર્મલ ભવન પાસે ઇ કોમ્પ્લેક્ષ સીડ્સ હોસ્પિટલ પાસે દુકાન નંબર 5 માં કુટણખાનું ચાલતું હોવાનો ફોન પોલીસ કંટ્રોલરૂમમાં ગયો હતો
- પોલીસે સ્પાના સંચાલક પાસેથી 1600 રૂપિયા રોકડા, મોબાઈલ ફોન કબજે કર્યા
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મજુરાગેટ પાસે નિર્મલ ભવન પાસે ઇ કોમ્પ્લેક્ષ સીડ્સ હોસ્પિટલ પાસે દુકાન નંબર 5 માં કુટણખાનું ચાલતું હોવાનો ફોન પોલીસ કંટ્રોલરૂમમાં ગયો હતો. કંટ્રોલ રૂમમાંથી અઠવા પોલીસને જાણ કરતા પોલીસની ટીમે રેઈડ કરી હતી. રેઈડ કરી ત્યારે દુકાનમાં દરવાજાની સામે એક વ્યક્તિ બેસેલો હતો. તેને પોતાનું નામ શંકર રમેશ શાહુ (ઉ.વ.20) હોવાનું જણાવ્યું હતું. અને પોતે સ્પાનો સંચાલક હોવાનું કહ્યું હતું. તેની પાસેથી 1600 રૂપિયા રોકડા, મોબાઈલ ફોન કબજે લેવાયા હતા.
ટેબલની બાજુમાં એક રૂમમાં પ્રવેશતા ત્યાં એક મહિલા અને યુવક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પુરૂષનું નામ પુછતા તેને ગણેશ કિશન સોનવણે (ઉ.વ.24, રહે,ભરવાડ ચાલી, ઝઘડીયા ચોકડી, પાલનપુર જકાતનાકા) પાસેનો હોવાનું જણાવ્યું હતું. બાજુના રૂમમાં તપાસ કરતા અન્ય ત્રણ મહિલાઓ બેસેલી મળી આવી હતી. પોલીસે સ્પા સંચાલક અને ગ્રાહકની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.