SURAT

સુરતમાં હવે માર્કેટ વિસ્તારમાં પણ કુટણખાના શરૂ થઈ ગયા, પૂણામાં આ એસી માર્કેટમાં પોલીસ પહોંચી

સુરત: (Surat) પૂણા પાટીયા સંસ્કૃતિ એસી માર્કેટમાં સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે (Police) દરોડા પાડીને સંચાલક મહિલા અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી હતી. તથા દુકાન ભાડે રાખનાર માલિક અને દેહવેપારનો (Trafficking) ધંધો કરવા સવલતો પુરી પાડનારને વોન્ટેડ જાહેર કરાયો છે.

  • પૂણા પાટીયાની સંસ્કૃતિ એસી માર્કેટમાં સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરી દેવાયું
  • પોલીસે દરોડા પાડીને સંચાલક મહિલા અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી
  • દુકાન રાખનાર અને દેહવેપારના ધંધા માટે સવલતો પુરી પાડનાર વોન્ટેડ

ગોડાદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પૂણા પાટીયા સંસ્કૃતિ એસી માર્કેટના ત્રીજા માળે દુકાન નંબર 301, 302 માં રીવાઈ નામના સ્પામાં દેહવેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા અંદર પાંચ કેબિન બનાવેલી હતી. જ્યાં કાઉન્ટર પર બેસેલી મહિલા રૂબી અમિત ભાટી (ઉ.વ.29, રહે.ગોડાદરા, પૂણા પાટીયા તથા મુળ મહિપાલપુર દિલ્લી) પોતે સ્પામાં સંચાલક તરીકે કામ કરતી હતી. આ સિવાય સ્પામાંથી ગ્રાહકો નરપતકુમાર ચૌધરી (ઉ.વ.22, રહે, સાંતુનુમ રેસીડેન્સી, ગોડાદરા), ઉમેશ જનાર્દનભાઈ ઇગ્લે (ઉ.વ.30, સાઈનગર, નવાગામ, ડિંડોલી) અને રમેશકુમાર ચેલારામ ચૌધરી (ઉ.વ.22, રહે.સાંતુનુમ રેસીડેન્સી, ગોડાદરા) ને પકડી પાડ્યો હતો. તથા મનિષ નામના વ્યક્તિએ દેહવેપાર માટેની તમામ સુવિધાઓ આ મહિલાને પુરી પાડી હતી. આ સિવાય દુકાન ભાડે રાખનાર માલિક ઉમેશ જયંતીભાઈ પટેલ (રહે, ધોબી શેરી, નાનપુરા) અને મનિષભાઈ ભૂપત પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા આયુર્વેદિક હોસ્પિટલની સામે નેશનલ પ્લાઝામાંથી કુટણખાનુ ઝડપાયું
ક્રાઈમ બ્રાંચની એએચટીયુ ટીમને મહિધરપુરા ખાંડબજાર ગરનાળાની પાસે આયુર્વેદિક હોસ્પિટલની સામે નેશનલ પ્લાઝાના પહેલા માળે દુકાન નં. ૧૨૧, ૧૨૨, ૧૨૩ માં લેકવ્યુ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. સ્પાના બંને માલિક એક મહિલા તથા બીજો વ્યક્તિ સોનુ બનવારીલાલ જાગા (ઉ.૨૩ રહેવાસી-ઘર નં.૪૯૫ સિતારામ સોસાયટી, પૂણાગામ) એ પોતાના સ્પા પાર્લરમાં સંચાલક તરીકે રાજકુમાર અશ્વિનભાઇ પટેલ (રહે. ફ્લેટ નં. એમ/૧/૪૦૨ ગોકુલધામ ટાઉનશીપ એપાર્ટમેંટ, ડિંડોલી) ને રાખ્યો હતો. તથા સ્પામાં ચાર મહિલાઓ પાસે દેહવેપાર કરાવાતો હોવાની પણ બાતમી મળી હતી. રેઈડ કરતા પોલીસે ત્યાંથી સ્પા સંચાલક અને સ્પા માલિકને પકડી પાડ્યા હતા. તથા બે ગ્રાહકોને પકડી રોકડા, મોબાઈલ, એક બારકોડ સ્કેનર મળી કુલ રૂપિયા ૭૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તથા સ્પાની મહિલા માલિકને વોન્ટેડ જાહેર કરાઈ હતી.

Most Popular

To Top