SURAT

સુરત: ગરીબ ઘરની છોકરીઓને પૈસાની લાલચ આપી મસાજ પાર્લરમાં દેહ વિક્રયનો ધંધો કરાવાતો

સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા સ્પાની (Spa) આડમાં ઝડપાયેલા કુટણખાનાના (Brothel) સંચાલકને એસઓજી પોલીસે પાલનપુર પાટીયા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસની રેડ પડતા બે ભાગીદાર સંચાલકો ભાગી ગયા હતા. પોલીસે તેના સ્પામાંથી મેનેજર, ગ્રાહકને પકડી પાડી સ્પામાં કામ કરતી ત્રણ છોકરીઓને (Girls) મુક્ત કરાવી હતી. પાર્લરમાં ગરીબ ઘરના જરૂરીયાત મંદ પરીવારના સભ્યોને નજીવા પૈસાની લાલચ આપી તેવા ઘરની છોકરીઓને મસાજ પાર્લરમાં કામે રાખવામાં આવતી હતી.

શહેરના અડાજણ વિસ્તારમાં ભુલકાભવન સ્કુલ સામે મિલેનીયમ આર્કેડમાં લકી સ્પાના નામે ધમધમતા દેહવેપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલની પોલીસે ઓગસ્ટ મહિનામાં દરોડા નાખ્યા હતા. પોલીસની રેડ પડતા બે ભાગીદાર સંચાલકો ભાગી ગયા હતા. પોલીસે તેના સ્પામાંથી મેનેજર, ગ્રાહકને પકડી પાડી સ્પામાં કામ કરતી ત્રણ છોકરીઓને મુક્ત કરાવી હતી. દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે ભાગી ગયેલો એક સંચાલક પાલનપુર જકાતનાકા પાસે છે.

એસઓજીએ બાતમીના આધારે પાલનપુર જકાતનાકા પાસેથી આરોપી રતન ઉર્ફે રાજુ બંગાલી મહાદેવ ગયાન (ઉ.વ.33, રહે. બિલ્ડીંગ નં – બી / ૧ ફ્લેટ નં -૧૦૪, ઓમકાર રેશિડેન્સી, નાંદેલ માતાના મંદીર પાસે સાયણ, વસવારી સુરત તથા મુળ વેસ્ટ બંગાલ, કલકત્તા) ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પુછપરછમાં જણાવ્યું હતું કે, તેણે પોતાના ભાગીદાર વોન્ટેડ આરોપી સાથે મળીને મિલેનીયમ આર્કેડમાં લકી સ્પાના નામથી મસાજ પાર્લર ચાલું કર્યું હતું. તેના પાર્લરમાં ગરીબ ઘરના જરૂરીયાત મંદ પરીવારના સભ્યોને નજીવા પૈસાની લાલચ આપી તેવા ઘરની છોકરીઓને મસાજ પાર્લરમાં કામે રાખતા હતા. અને પોતે બહારથી ગ્રાહકો લાવી તે છોકરીઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવતો હતો.

Most Popular

To Top