SURAT

સુરતના વરાછાની આ સોસાયટીમાં દુકાનમાં સ્પાના નામે દેહ વેપાર કરાતો હતો, પોલીસના દરોડા

સુરત: (Surat) વરાછામાં સોસાયટીની દુકાનમાં (Shop) સ્પા (Spa) મસાજ શરૂ કરીને તેમાં યુવતીઓના દેહનો વેપાર કરવામાં આવતો હતો. વરાછા પોલીસે આ કુટણખાના (Brothel) ઉપર દરોડા પાડીને ત્યાંથી સ્પાની મહિલા સંચાલક ઉપરાંત 4 કસ્ટમર મળીને કુલ્લે 7ની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવાઇ હતી.

  • વરાછામાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી મહિલા સંચાલક સહિત 7 પકડાયા
  • તમામ લલનાઓ કડોદરા વિસ્તારની, ચારેય કસ્ટમરની ધરપકડ કરી પોલીસે ચાર લલનાને મુક્ત કરાવી

પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના મારૂતી ચોક પાસે ભરતનગર સોસાયટીમાં પ્લોટ નં. ૧૧૭માં પહેલા માળે આવેલા અનમોલ સ્પામાં મસાજના નામે દેહવ્યાપાર થઇ રહ્યો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો. આ મેસેજના આધારે વરાછા પોલીસે મહિલા પોલીસ કર્મચારી સહિતની ટીમ બનાવીને અનમોલ સ્પામાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી સ્પાની સંચાલક રતીકાંત હરીક્રિષ્ના જૈના (રહે, ગણેશ એપાર્ટમેન્ટ અમરોલી) તેમજ ભારતી રામચંદ્ર સ્વાઈ (રહે, રામકુપા સોસાયટી રચના સર્કલ કાપોદ્રા)ને પકડી પાડ્યા હતા. પોલીસે સ્પામાં આવેલી કેબીનો તપાસ કરતા તેમાં મેહુલ હિમંત ચુડાસમા (રહે, રઘુવીર સોસાયટી અમરોલી), અશોક સોનીયા ખુટીયા (રહે, કતારગામ), પિતાબાસ દધી બરડ (રહે, લસકાણા) અને કાના વિક્રમ પરીડા (રહે, કતારગામ) નામના યુવકો શરીરસુખ માણવા માટે આવ્યા હતા. પોલીસે આ ચારેય કસ્ટમરોની ધરપકડ કરીને ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. આ તમામ લલનાઓ કડોદરા વિસ્તારમાંથી આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી હતી.

રાંદેરમાં પૂર્વ પતિએ સ્ત્રીના વેશમાં આવી મહિલાનો દુપટ્ટો ખેંચી છેડતી કરી
સુરત: રાંદેર વિસ્તારમાં ઘર કંકાસથી કંટાળેલી મહિલાએ છુટાછેડા લીધા પછી તેનો પૂર્વ પતિ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. સાજીદે સ્ત્રીના વેશમાં મહિલાનો પીછો કરી તેનો દુપટ્ટો ખેંચી ચંપલથી માર મારતા રાંદેર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

રાંદેર ખાતે આમલીપુરા વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલાના વર્ષ 1995માં મોહંમદ સાજીદ અબ્દુલ મજીદ કાંગોલીયા (રહે. મુસ્તાક બિલ્ડિંગ ખંડેરાવપુરા) સાથે નિકાહ થયા હતા. તેમના લગ્ન જીવનમાં બે પુત્રી અને એક પુત્ર છે. વર્ષ 2018માં ઘરકંકાસથી કંટાળી કોર્ટ મારફતે દંપતીએ છુટાછેડા લઈ લીધા હતા. ત્રણેય બાળકો મહિલા પાસે છે. મહિલાએ સાજીદ સામે ઘરેલુ હિંસા તેમજ ભરણપોષણની ફરિયાદ કોર્ટર્માં કરતા તે કેસ હજી ચાલું છે. છુટેછેટા થઈ ગયા પછી પણ સાજીદ તેણીને હેરાન કરતો હતો. પૂર્વ પતિના ત્રાસથી કંટાળી મહિલા બાળકોને લઈને 20 જાન્યુઆરીએ રાંદેરમાં રહેવા ગઈ હતી. ગત 22 તારીખે સાજીદ વેશમાં આવી મહિલાનો પીછો કર્યો હતો અને તેનો દુપટ્ટો ખેંચી છેડતી કરી ચંપલથી માર માર્યો હતો. ત્યારબાદ ગત 13 માર્ચે પુત્રી સાથે પણ ગાળાગાળી કરી હતી. આખરે કંટાળીને મહિલાએ પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top