SURAT

દક્ષિણ ગુજરાત સુધી આવ્યા બાદ ચોમાસુ આગળ જ ન વધ્યું, હવામાન વિભાગે જણાવ્યું કારણ

સુરત: સુરત જિલ્લામાં ગઈકાલે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદ ગાયબ થઇ ગયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ચોમાસું નબળુ પડ્યાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે હવામાન વિભાગે પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 11 જૂને દક્ષિણ ગુજરાતના નવસારીમાં પ્રવેશ્યું હતું પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે તે આગળ વધી શક્યું નથી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ મોન્સૂન બ્રેક છે. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાર દિવસ પહેલા ગુજરાતમાં પ્રવેશ્યું હતું. પરંતુ ત્યારપછી પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તે રાજ્યના અન્ય ભાગોમાં પ્રગતિ કરી શક્યું નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) ના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 11 જૂને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ત્રાટક્યું હતું પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે તે પ્રગતિ કરી શક્યું નથી. તેમણે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં પ્રવેશે છે અને 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધે છે. 25મી જૂન સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લે છે. તે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લે છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસતા બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિની વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યું છે. જિલ્લામાં માત્ર માંગરોળમાં 7 અને ઉમરપાડામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું છે. હવામાં 65 ટકા ભેજની સાથે 9 કિમીની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફુંકાયો છે.

Most Popular

To Top