SURAT

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાંચમો બ્રિજ આ નદી પર બનીને તૈયાર

સુરત: (Surat) અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર અંતર્ગત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું (Bullet Train Project) કામ રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે કામમાં વધુ એક પ્રગતિ ઉમેરાઈ છે. આ પ્રોજેક્ટમાં નદી (River) ઉપરના બ્રિજ (Bridge) ઝડપથી તૈયાર થઈ રહ્યા છે. તેવામાં વધુ એક પાંચમો બ્રિજ પણ બનીને તૈયાર છે. આ પાંચમો બ્રિજ ઔરંગા નદી પર વાપી અને બિલિમોરા હાઈ સ્પીડ રેલવે સ્ટેશન વચ્ચે બનાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેના બ્રિજનું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં જ ઔરંગા નદી પર બુલેટ ટ્રેન માટેનો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પાંચ નદીઓ પર બુલેટ ટ્રેનના બ્રિજ તૈયાર થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ઔરંગા નદી પહેલા પાલ,પુર્ણા, મિંઢોળા અને અંબિકા નદી પર બુલેટ ટ્રેનના બ્રિજ બની ગયા છે.

ઔરંગા નદી પર બનેલા આ બ્રિજની વિશેષતામાં પુલની લંબાઈ 320 મીટર છે. આ પુલ 8 ફુલ સ્પૈન બોક્સ ગર્ડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. એટલે કે પ્રત્યેક 40 મિટર પર સ્પૈન બોક્સ ગર્ડલ હશે. પિલર્સની ઉંચાઈ 20 થી 26 મીટર છે. તેમાં 5 મીટર વ્યાસના 7 ગોળાકાર પિલર અને 5.5. મીટર વ્યાસના 2 ગોળાકાર પિલર છે. આ પુલ વાપી અને બિલિમોરા હાઈ સ્પીડ રેલવે સ્ટેશન વચ્ચે બન્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઔરંગા નદી પહેલા પાલ,પુર્ણા, મિંઢોળા અને અંબિકા નદી પર બુલેટ ટ્રેનના બ્રિજ બની ગયા છે.

બુલેટ ટ્રેન કોરીડોર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહ્યો છે. તેમાં કુલ 24 નદી પુલ છે.જેમનામાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં બની રહ્યા છે. ગુજરાતમાં સૌથી લાંબો નદી પુલ, નર્મદા નદી પર 1.20 કિલોમીટરનો રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2.28 કિલોમીટરનો સૌથી લાંબો પુલ વૈતરણા નદી પર બનાવવામાં આવશે.

Most Popular

To Top