સુરત: સુરત (Surat) સ્મીમેર હોસ્પિટલની (Smimer Hospital) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્મીમેરમાં સફાઈ કર્મચારી (Sweeper) દ્વારા પોસ્ટમોર્ટમ (Postmortem) કરાતું હોવાની ગંભીર ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાં સ્મીમેર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. એટલું જ નહીં પણ 5 વર્ષથી પોસ્ટમાર્ટમ કરતો હોવાની કબૂલાત કરતા સફાઈ કર્મચારીનો વાયરલ વીડિયો (Viral Video) પણ સામે આવ્યો છે. જે બાદ આ ઘટનાની જાણ થતા સુપ્રિરિટેન્ડન્ટએ તપાસ કરી જવાબ આપીશું એમ જણાવ્યું છે.
- સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કર્મચારીનો વીડિયો થયો વાયરલ
- સફાઈ કર્મચારીએ 5 વર્ષથી પોસ્ટ મોર્ટમ કરતો હોવાની કબૂલાત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની આ ગંભીર બેદરકારી કહી શકાય છે. સફાઈ કર્મચારી દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા હોવાનો વિડીયો જોઈ આશ્ચર્ય થાય છે. વિડીયો વાઇરલ થયા બાદ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. જો કે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સફાઇ કર્મચારી પોસ્ટમાર્ટમ કરી રહ્યો છે. તેમજ તે પોતે આ વાતની કબૂલાત પણ કરી રહ્યો છે કે તે એક સફાઇ કર્મચારી છે અને છેલ્લા 5 વર્ષથી પોસ્ટમાર્ટમની કામગીરી કરી રહ્યો છે. જે ખૂબ જ ગંભીર વાત છે.
આ ઘટના વિશે મળતી વધુ માહિતી અનુસાર વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર પર દોડતું થઇ ગયું હતું. એટલું જ નહિ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ત્રણ સિનિયર ડોક્ટર અને પ્રોફેસરોની ટીમની કમિટી બનાવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ આ વીડિયો વાયરલ થયા બાદ સુપ્રિરિટેન્ડન્ટે જણાવ્યું છે કે 7 દિવસની અંદર તપાસ કરી કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે.