સુરત: (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારમાં સંજયનગર ખાડી પાસે ખાડી બ્રીજ (Bridge) પર આવેલી હયાત ટ્રાન્સમીશન પાણીની (Water) લાઈનને નવી નાખવામાં આવેલી લાઈન સાથે જોડવાની કામગીરી હાઈડ્રોલિક (Hydraulic વિભાગ દ્વારા કરવામાં આવશે. આ કામગીરી તા. 10 મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. વહેલી સવારથી કામગીરી કરવાની હોય, શહેરના લિંબાયત ઝોન, સેન્ટ્રલ ઝોનનો ઉત્તર ભાગ, વરાછા ઝોન અને કતારગામ ઝોન આ ચારેય ઝોનના અમુક અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે કે ઓછા પ્રેશરથી મળશે તેમ જણાવાયું છે.
જેમાં વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા વિસ્તાર. લિંબાયત ઝોનમાં નવાગામ ડીંડોલી તથા સેન્ટ્રલ ઝોનના (ઉત્તર) દિલ્હીગેટથી ચોક બજાર રાજમાર્ગથી ઉત્તર તરફનો સમગ્ર વિસ્તારમાં તથા કતારગામ ઝોનના સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી વિસ્તારોમાં તા. 10 અને 11 મી ફેબ્રુઆરીએ પાણી પુરવઠો અવરોધાશે અથવા ઓછા પ્રેશરથી મળવાની શક્યતા છે. જેથી આ વિસ્તારના રહીશોને પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા મનપા દ્વારા જણાવાયું છે.
ન્યુ નોર્થ ઝોનમાં 24 કલાક પાણીની યોજના: ટાંકીઓ પર મેજરમેન્ટ મીટર લાગશે
સુરતઃ સુરત મનપા દ્વારા તબક્કાવાર આખા શહેરમાં 24 કલાક પાણી યોજના લાગુ કરવા તરફ પ્રયાણ શરૂ થઇ ગયું છે. જેનો પાયલટ પ્રોજેકટ ન્યુ નોર્થ ઝોન એટલે કે અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ વિસ્તારમાં વર્ષ 2013માં શરૂ થયો હતો. હવે આ વિસ્તારમાં આવેલી 13 ઓવરહેડ ટાંકીની 500 મીમીની આઉટ ગોઇંગ લાઇન પર ફ્લો મેજરમેન્ટ મીટર ફીટ કરવા માટે 2.10 કરોડના અંદાજો મંજુર કરવામાં આવ્યા છે.
- અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ વિસ્તારમાં વર્ષ 2013માં પાયલટ પ્રોજેક્ટ લાગુ કરાયો હતો
- કુલ 13 પાણીની ટાંકીઓ પર ફ્લો મેજરમેન્ટ મીટર મુકાવા માટે રૂ. 2.10 કરોડના અંદાજો મંજુર કરાયા
પાણી સમિતિના ચેરમેન રાકેશ માળીએ જણાવ્યું હતું કે, શહેરમાં વિતરણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે ડિજીટલ મોનિટરિંગથી સપ્લાય સુવિધા ઉપર નજર રખાશે. તેથી પાણીનો વેડફાટ અટકાવવા શહેરમાં તબક્કાનાર 24 કલાક વોટર સપ્લાય સુવિધા અમલમાં મુકાઇ રહી છે. વર્ષ 2013થી ન્યુ નોર્થ ઝોનમાં પાયલટ પ્રોજેકટ લાગુ કરાયો હતો તેમાં ઓવરહેડ પાણીની ટાંકીઓ પરથી પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. જોકે મધ્યસ્થ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની ટાંકીઓમાં પુરા પડાતા કુલ પુરવઠાની સામે પુરેપુરૂં પાણીનું સપ્લાય મળતું ન હોવાની કેટલીક ફરિયાદ તંત્રને મળી હતી. તેથી આ સમસ્યા નિવરવા માટે પાણી સપ્લાયની મુખ્ય આઉટ ગોઇંગ લાઇન પર મેજરમેન્ટ મીટર મુકવાનો આગ્રહ કરાયો હતો. જેને ધ્યાનમાં રાખી આ વિસ્તારની કુલ 13 પાણીની ટાંકીઓ પર ફ્લો મેજરમેન્ટ મીટર ઇન્સ્ટોલ કરી તેના પાંચ વર્ષ સુધી મેઇન્ટેનન્સ અને નિભાવ કરવા માટે 2.10 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે.