SURAT

સુરતમાં સુમન આવાસ હવે આ લક્ઝુરીયસ નામથી ઓળખાશે

સુરત: (Surat) ગરીબ મધ્યમવર્ગના લોકોને ઘરના (Dream Home) ઘરનુ સપનું સાકાર કરતી સુરત મનપાની (SMC) આવાસ (Aawas) યોજના ઘણી લોકપ્રિય બની છે હજારો પરીવારોએ મુખ્યમંત્રી (Chief Minister) અને પ્રધાનમંત્રી (PM Aawas Schem) આવાસ યોજના હેઠળ ફલેટ મેળવ્યા છે, ત્યારે સુરત મનપાના વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં પણ વધુ 10 હજાર જેટલા આવાસો બનાવવા જોગવાઇ કરાઇ હોય આવાસો બનાવવા માટેની જગ્યા બાબતે તપાસ કરતા સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમીટી સમક્ષ ચોંકવનારી હકીકત બહાર આવી હતી.

  • મનપામાં સંકલનનો અભાવ : આવાસ માટેની 2.86 લાખ ચો.મીટર જમીન નજીવા કારણસર અવાવરુ હતી
  • સ્થાયી ચેરમેન અને સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેને અવરોધો દૂર કરી જમીનનો કબ્જો મેળવ્યો
  • આ જગ્યાઓ પર 17547 સુમન આવાસો બની શકશે

મનપા દ્વારા વિવિધ ઝોનમાં આવાસ યોજનાના હેતુ માટે રીર્ઝવેશનમાં મુકાયેલી 28 જેટલી જગ્યાઓમાં 2.56 લાખ ચો.મી. જગ્યા છે જેના પર આવાસ બનાવવાના છે પરંતુ નજીવા કારણોસર જે તે ઝોન દ્વારા સ્પષ્ટ અભિપ્રાય નહીં અપાતા અહીં આવાસ યોજનાની સાઇટ નકકી નથી થઇ શકી તેથી સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટિના ચેરમેન દિનેશ રાજપુરોહીતે ચેરમેન પરેશ પટેલનો સાથ મેળવી એક એક જગ્યાનો કબજો મેળવવા અને જે તે ઝોન દ્વારા અવરોધો હટાવી આવાસ યોજના માટે સ્પષ્ટ અભિપ્રાય મળી રહે તેવી ઝુંબેશ શરૂ કરતા 27 પૈકી 15થી વધુ જગ્યામાં આવાસ યોજના માટેના તમામ અવરોધો દૂર કરી દેવાયા છે.

કમીટી ચેરમેન દિનેશ રાજપુરોહીતે જણાવ્યું હતુ કે, શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે મનપા દ્વારા ટેનામેન્ટ (Tenement) , વામ્બે આવાસ, એલ.આઈ.જી., ઈ ડબ્લ્યુ એસ. જેએનયુઆરએમ તથા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 94888 આવાસ બનાવ્યા છે. એક સમયે શહેરમાં 11.27 ટકા વસ્તી સ્લમમાં હતી જે ઘટીને હવે 4.5 ટકા થઇ ચૂકી છે. જેને પણ દુર કરી તમામને પાકા ધર આપવા મનપાના ભાજપ શાસકો પ્રતિબદ્ધ છે. આવાસ માટે પાલિકાએ અનેક પ્લોટ અનામત રાખ્યા છે પરંતુ તેમાં નાના દબાણ કે નાની ક્વેરી ઝોન દ્વારા દૂર કરવામાં આવતી ન હોવાથી 2.54 લાખ ચો.મી. જગ્યા જેના પર 17547 આવાસ બની શકે તેવી જગ્યા નો કબજો હજી પણ મળ્યો નથી જે મેળવવા માટે કમીટી દ્વારા અભિયાન હાથ ધરાયું છે.

મનપાની આવાસ યોજનાનાનું નામકરણ ‘સુમન હોમ્સ’ કરાશે
દિનેશ રાજપુરોહીતે જણાવ્યુ હતુ કે, મનપા દ્વારા બનાવવામાં આવતા ફલેટ ખાનગી બિલ્ડરોને ટકકર મારે તેવા હોય છે. પરંત છેલ્લ કહેવાય સુમન આવાસ એટલે તેમાં થોડુ ઓકવર્ડ વાગે છે. તેથી હવે સુરત આવાસના બદલે ‘સુમન હોમ્સ’ (Suman Homes) નામથી જે તે સાઇટ સાકાર કરવા માટે પણ મનપા કમિશનરને નોંધ મુકવામાં આવશે.

Most Popular

To Top