સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ફાયર જવાનની (Fire Fighters) સુવિધામાં અત્યાધુનિક શૂટનો વધારો કરવા જઈ રહી છે. ભીષણ આગની જવાળાઓ વચ્ચેથી રેસ્ક્યુ કરવા ”એલ્યુમિનાઇઝડ સેવન લેયર એન્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવી છે. આ શૂટ આગની ઘટનાના સમયે 1600 થી 1700 ડીગ્રી વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષા કવચ સમાન સાબિત થશે એવી ખાત્રી અપાઈ રહી છે. એટલું જ નહીં પણ આ શૂટ આગમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ (Rescue Suit) કરવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે. શહેરના 20 ફાયર સ્ટેશનો (Fire Station) પર આ શૂટની ફાળવણી કરવામાં આવશે એવી ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
વિકાસના શિખરો સર કરતા સુરત હવે ડાયમંડ સિટીની સાથે ઔદ્યોગિક વિસ્તાર પણ બની રહ્યો છે. ડાયમંડ ની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગો પણ સુરતની બીજા નંબર ની ઇકોનોમી કહી શકાય છે. સુરત શહેરના રિંગરોડ સહિત સારોલી જેવા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. જોકે ઉનાળામાં સૌથી વધુ આગની ઘટના માર્કેટમાં સમયાંતરે બનતી હોય છે. આ સિવાય શહેરના રેસીડેન્સ વિસ્તારોમાં પણ આગની નાની-મોટી ઘટનાનઓને લઈ ફાયર વિભાગ સતત દોડતું રહે છે અને રેસ્ક્યુ કરી જીવના જોખમે અનેકના જીવ બચાવતી આવી છે. પરંતુ સાંકડી શેરીઓમાં અને બિલ્ડીંગોના અંદરના ભાગમાં આગની ઘટના બને ત્યારે અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં પણ ફાયર વિભાગને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો રહ્યો હોવાના ભૂતકાળમાં અનેક ઉદાહરણો જોયા છે. આવા સંજોગોમાં સુરત મહાનગરપાલિકા હવે ફાયર વિભાગને વધુ અદ્યતન સુવિધાઓથી વધુ સજ્જ કરવાના ઇરાદે જ એલ્યુમિનાઇઝડ સેવન લેયર એન્ટ્રેસ શૂટ” ખરીદી રહી છે.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, મુંબઈ અને અમદાવાદ બાદ હવે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સૌ પ્રથમ અદ્યતન સુવિધામાં વધારો કરવા 70 જેટલા “એલ્યુમિનાઇઝડ સેવન લેયર એન્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવા જઈ રહી છે. પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા જેટલી છે. આ શૂટ ભીષણ આગની ઘટના ના સમયે બિલ્ડીંગ અથવા કોઈ પણ ઇમારતમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. હાલ ખાનગી કંપની દ્વારા સુરત પાલિકાને ટેસ્ટિંગ માટેનું સેમ્પલ શુટ મોકલવામાં આવ્યું છે. શૂટનું સુરત પાલિકા દ્વારા સૌ પ્રથમ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ અંગે સુરત ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, સુરત ફાયર વિભાગના જવાનોની સુરક્ષા માટે પર્સનલ પ્રોટેકટીંવ ક્લોઝિંગ શૂટ ખરીદી કરવા નિર્ણય લેવાયો છે.જે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બે અલગ અલગ પ્રકારના શૂટની ખરીદી કરવામ્સ આવશે.જેમાં એક થ્રિ લેયર શૂટ અને એક સાત લેયર શૂટનો સમાવેશ થાય છે.
થ્રિ લેયર શૂટ ફાયર ના જવાનોના સેલ્ફ પ્રોટેક્શન માટે છે.થ્રિ લેયર શૂટ 250 ડીગ્રી તાપમાન ઝીલવાની ક્ષમતા ધરાવે છે.જે 50 શૂટની ખરીદી કરવામાં આવશે.આ સિવાય” એલ્યુમિનાઇઝડ સેવન લેયર એન્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવશે.જે NFPA પ્રમાણિત શૂટ છે.જે શૂટ 1400 થી 1600 ડીગ્રી સેલ્શિયન્સ તાપમાન વચ્ચે પણ ભીષણ આગમાંથી પસાર થઈ શકે છે.જે શૂટની અન્ય ખાસિયત એ છે કે 1600 ડીગ્રી સેલ્શિયન્સ વચ્ચે લાગેલી આગમાં ફસાયેલા વ્યક્તિને પણ આ બહાર લાવવામાં મદદરૂપ બની શકે છે.આ શૂટમાં હેલ્મેટ,ગમબુટ,ટ્રાઉઝર,જેકેટનો સમાવેશ થાય છે.જેનું તાપમાન પણ 1400 થી 1600 ડીગ્રી સેલ્શિયન્સ સુધીની છે.જે આગના સમયે બચાવ કામગીરી માં પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે.આ શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે.જ્યારે થ્રિ લેયર શૂટ ની કિંમત 50 હજાર સુધીની છે.