SURAT

પાલિકાએ હવે પાંચ કરોડ ઉપરના પ્રોજેક્ટની વિગત સરકારના પ્રગતિ પોર્ટલ પર મુકવાની રહેશે

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા બજેટમાં જેટલા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવે છે તેનો સમયાંતરે રિવ્યુ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિવ્યૂ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમમાં મનપાના 25 લાખથી ઉપરના તમામ પ્રોજેક્ટનો દર મહિને રિવ્યું કરવામાં આવે છે, તેવી જ રીતે હવે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રગતિ-જી પોર્ટલના માધ્યમ થી તમામ મહાનગરપાલિકાઓના પાંચ કરોડ કે તેથી ઉપરના પ્રોજેક્ટો પર નજર રાખવાનું આયોજન કર્યું છે.

  • પાલિકાએ હવે પાંચ કરોડ ઉપરના પ્રોજેક્ટની વિગત સરકારના પ્રગતિ પોર્ટલ પર મુકવાવી રહેશે
  • કોઇ પ્રોજેકટ સરકારના અન્ય વિભાગો સાથેનો મુદ્દો અટવાતો હશે તો તેનુ ઝડપી નિરાકરણ લવાશે

તાજેતરમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકાઓને સૂચના આપવામાં આવી છે કે, સરકારના ટૂંક સમયમાં લોન્ચ થનારા પ્રગતિ-જી પોર્ટલ ઉપર પાંચ કરોડ કે તેથી ઉપરના તમામ પ્રોજેક્ટોની વિગતો મૂકવી. આ પ્રોજેકટનો સરકારી સ્તરે સમયાંતરે રિવ્યુ કરાતો રહેશે. મનપાનો કયો પ્રોજેકટ કયાં પહોંચ્યો? કોઇ પ્રોજેકટ ખોરંભે પડ્યો હોય તો તે કયા કારણોસર અટવાઈ રહ્યો છે? જે તે પ્રોજેકટમાં રાજ્ય સરકારના કોઈ વિભાગો સાથે સંબંધિત પ્રોજેક્ટ મુદ્દે કોઈ ક્વેરી હોય તો તેમાં સરકારના માધ્યમથી શુ થઇ શકે? તે તમામ વિગત શહેરી વિભાગ જાણી શકશે.

ખાસ કરીને કોઇ પ્રોજેકટમાં સરકારના કોઇ વિભાગની મંજૂરી કે અન્ય કોઇ કારણોસર ગતિ ધીમી પડી હોય તો તેનું સોલ્યુશન પણ આ પોર્ટલની મદદથી ઝડપથી આવી શકશે. સુરત મહાનગરપાલિકાએ સરકારી ગ્રાન્ટ મળવાની હોય તેવા પ્રોજેક્ટ ઉપરાંત સ્વભંડોળના પ્રોજેક્ટ પણ આ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે તેવી સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે.

Most Popular

To Top