SURAT

જીતના પૈસા હે ઉતના દે દો.. સુરતના આ વિસ્તારમાં તમંચાની અણીએ ચલાવાઈ લૂંટ

સુરત: (Surat) પુણામાં મોડી રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઇ રહેલા દુકાનદારને (Shop Keeper) દેશી તમંચો બતાવીને મોટરસાઇકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ રૂા. 30 હજારની લૂંટ (Loot) ચલાવી હતી, આ ત્રણેય ભાગવા જતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી, આ બાઇક મુકીને જ ત્રણેય ભાગી ગયા હતા. બીજી તરફ દુકાનદારે બાઇક કબજે લીધી હતી, પરંતુ લૂંટારુઓ બાઇક લેવા નહીં આવતા આખરે પોલીસ (Police) ફરિયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરપ્રદેશના ઈટાવાનો વતની અને સુરતમાં પુણાગામ વલ્લભનગર સોસાયટી ઘર નં.113 માં રહેતો 24 વર્ષીય રાહુલ પુરણભાઇ બઘેલ ઘરની નજીક જ જયમાં શિતલા નામની મોબાઈલની દુકાન ધરાવે છે. મોબાઇલ વેચાણની સાથે તે મની ટ્રાન્સફર તેમજ રિચાર્જનું પણ કામ કરે છે. રાત્રીના સમયે રાહુલ હિસાબ કરતો હતો ત્યારે મોંઢા ઉપર માસ્ક તેમજ મફલર પહેરીને ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમાંથી એકના હાથમાં લોખંડનો પાઇપ હતો, બીજા બે યુવકોની પાસે દેશી તમંચો હતા.

આ ત્રણેયએ રાહુલના મોંઢા ઉપર દેશી તમંચો રાખીને ધમકી આપી હતી કે, ‘જીતના પૈસા હે ઉતના દે દો’. ગભરાયેલા રાહુલે કાઉન્ટરમાંથી રૂા. 30 હજાર કાઢીને આપી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓએ બીજુ કાઉન્ટર પણ ખોલાવ્યું હતું પરંતુ તેમાં રૂપિયા ન હતા. 30 હજાર લઇને ત્રણેય ભાગવા ગયા હતા, દુકાનની થોડે જ દૂર તેઓની બાઇક સ્લીપ થઇ ગઇ હતી, પરંતુ ત્રણેય બાઇક લીધા વગર જ ભાગી ગયા હતા. રાહુલે તેઓની બાઇક લઇને દુકાનની પાસે જ મુકી હતી. પરંતુ તેઓ આવ્યા જ ન હતા, આખરે રાહુલે પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કોઝવે નજીક આવેલી સોસાયટીમાં ચાલાત જુગારધામમાંથી પોલીસે છ જુગારીઓને પકડી પાડ્યા
સુરત : કોઝવે નજીક આવેલી સોસાયટીમાં ચાલાત જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડીને ત્યાંથી છ જુગારીઓને પકડી પાડ્યા હતા અને તેઓની પાસેથી રૂા. 84 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કોઝવે નજીક આવેલી સત્યમ સોસાયટી, ખુલ્લા પ્લોટની જાહેરમાં જુગારધામ ચાલતો હોવાની માહિતી મળતા જ ચોકબજાર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી કોઝવે પાસે નવનાથ સોસાયટીમાં રહેતા મનીષ ધનારામ પ્રજાપતિ, પાલનપુર જકાતનાકા પાસે સંતતુકારામ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર સુરસીંગ ચૌહાણ, અડાજણના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં રહેતા રામશંકર સીયારામ શર્મા, રાંદેર મેરૂલક્ષ્મી સોસાયટીમાં રહેતા સૂર્યકુમા શ્રીગોરેલાલ પાલ, વેડરોડ વિશ્રામ નગરમાં રહેતા રામશંકર ગુરુપ્રસાદ યાદવ, સત્યમ સોસાયટી કોઝવે પાસે રહેતા રાજન શિવરામ યાદવ, પાલનપુર જકાતનાકા સંતતુકારામ સોસાયટીમાં રહેતા મોહિત શિવપાલસિંગ ઠાકુર અને સૌવ રમાકાંત પાંડેને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવ પરના મળીને કુલ્લે રૂા. 84500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top