SURAT

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા ‘SGCCI ગારમેન્ટ એક્ષ્પો 2023’ની 8,000થી વધુ વિઝીટર્સે મુલાકાત લીધી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 27 અને 28 ડિસેમ્બર, 2023 દરમ્યાન સવારે 10:00 થી સાંજે 6:00 કલાક દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે‘SGCCI ગારમેન્ટ એક્ષ્પો 2023 – (SGCCI Garment Expo 2023) વેન્ડર નેટવર્કીંગ ઓપોર્ચ્યુનિટીઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

બે દિવસ દરમ્યાન સમગ્ર દેશમાંથી 8 હજારથી વધુ વિઝીટર્સે (Visitors) એક્ષ્પોની (Expo) મુલાકાત લીધી હતી, આથી એક્ષ્પોમાં પાર્ટીસિપેટ કરનારાઓને સારો પ્રતિસાદ મળ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ગારમેન્ટ હબ તરીકે વિકસાવવા માટે તેમજ જે ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવું છે અને પોતાના ગારમેન્ટ યુનિટ શરૂ કરવા છે તેઓને દરેક બાબતનું માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘SGCCI ગારમેન્ટ એક્ષ્પો– 2023’યોજાયો હતો. જેમાં કુલ 41 જેટલા પાર્ટીસિપેટ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેઓના સ્ટોલ પરથી ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જે પણ ચીવસ્તુઓની જરૂર પડે છે એવી વસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગ વિગેરેનું ડિસપ્લે કરવામાં આવ્યું હતું.

દરમ્યાન પ્રથમ દિવસે 3625 વિઝીટર્સે આ એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે બીજા દિવસે 4410 વિઝીટર્સ આ એક્ષ્પોની મુલાકાત માટે આવ્યા હતા. આમ બે દિવસ દરમ્યાન કુલ 8035 જેટલા વિઝીટર્સે ગારમેન્ટ એક્ષ્પોની મુલાકાત લીધી હતી, જેમાં 226 જેટલા વિઝીટર્સ સુરત બહારના હતા. જેમાં અમદાવાદ, ભીવંડી, મુંબઇ, કોઇમ્બતુર, એરણાકુલમ, ફરીદાબાદ, જયપુર, જોધપુર, કોટા, વારાણસી, નવાપુર, સાંગલી, સીકર, વાંકાનેર અને ગોંડલના વિઝીટર્સનો સમાવેશ થાય છે.

Most Popular

To Top