સુરત: (Surat) પૂણા પોલીસ દ્વારા સીનીયર સીટીઝનોનો (Senior Citizen) મકાન પચાવી પાડવા માટે મારી નાંખવાની ધમકી (Threat) આપનાર કપૂત દિકરો તથા ઉધારમાં નાણા આપીને 76 વર્ષીય વૃદ્ધને ફોન પર મારી નાંખવાની ધમકી આપનાર લેણદાર સામે પોલીસ (Police) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- બંગલો પડાવી લઇને નામે કરવા માટે કપૂતે મા-બાપને મારી નાંખવાની ધમકી આપી
- બાકી હતુ તો ઉધાર નાણા આપનારે પણ ધમકીઓ આપતા મામલો પોલીસ ચોપડે દાખલ
- 76 વર્ષીય વૃદ્ધ દંપતિને બચાવવા માટે પોલીસે ચોપડા પર ફરિયાદ દાખલ કરી
78 વર્ષીય વૃદ્ધ હસમુખ નગીનદાર લાકડવાલા ( રહેવાસી : પંચવટી સોસાયટી, આઇમાતા ચોક પાસે પૂણા ) આ મામલે (1) સુનીલ હસમુખ લાકડાવાલા ( રહેવાસી સાઇ એન્કલેવ એપાર્ટેમેન્ટ , મલ્ટી હોસ્પ્ટિલની બાજુમા , અલથાણ સુરત ) (2) હરેશકુમાર મેઘઝીભાઇ મોરડીયા રહેવાસી શંકરનગર સોસાયટી, કાપોદ્રા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પૂણા પોલીસ ચોપડે દાખલ થયેલી ફરિયાદમાં હસમુખભાઇનો દિકરો સુનીલ તે તેમનુ મકાન પોતાના નામે કરી નાંખવા માટે ફોન પર ધાક ધમકી આપી હતી. જો મકાન નહી આપ્યુતો મારી નાંખવાની ધમકી આપી હતી. જો ફોન કાપી નાંખ્યોતો ઘરે આવીને ટાંટીયા તોડી નાંખવાની ધમકી માવતરને કપૂત સુનીલ દ્વારા આપવામાં આવી હતી.
આ ઉપરાંત સુનીલનો મિત્ર હરેશ પાસેથી 17.50 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ નાણા તે એચડીએફસી બેંકના સેટલમેન્ટ માટે લીધા હતા. હરેશને મકાન વેચવા કાઢયુ હોવાનુ જણાવ્યુ હતુ. તેમાંથી નાણા પરત કરવાની વાત કરી હતી. આ વાત કરી હોવા છતા હરેશ દ્વારા મારી નાંખવાની તથા ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.