સુરત: (Surat) નગર પ્રા.શિક્ષણ સમિતિની ઉન વિસ્તારની શાળામાં (School) અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોવા અંગે કેટલાય વાલીઓ દ્વારા ન.પ્રા.શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાને જાણ કરાઈ હતી. દરમિયાન શાળામાં તપાસ હાથ ધરાતાં એક વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી (School Bag) હુક્કામાં (Hookka) વપરાતા ફ્લેવર મળી આવતાં આપના વિપક્ષ નેતા રાકેશ હીરપરા ચોંકી ઊઠ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિ ચેરમેનને પત્ર લખી જાણ કરવામાં આવી હોવા છતાં ચેરમેને તપાસ દરમિયાન કંઇ મળ્યું નહીં હોવાનું રટણ કર્યું હતું.
- ઉનમાં ધોરણ-6ના વિદ્યાર્થીઓની બેગમાંથી હુક્કાના ફ્લેવર અને ચારકોલ મળ્યા હોવાની આપની ન.પ્રા.શિ.સમિતિ ચેરમેનને ફરિયાદ
- ચેરમેને સ્કૂલની તપાસ દરમિયાન કંઈ નહીં મળ્યું હોવાનું રટણ કર્યું
ઉનમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ અસામાજિક પ્રવૃત્તિ તેમજ નશાના રવાડે ચઢ્યા હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા આમ આદમી પાર્ટી વિપક્ષ નેતા રાકેશ હીરપરાને કરવામાં આવી હતી. જેથી રાકેશ હીરપરાએ ઉનની શાળામાં ધોરણ-6ના એક વિદ્યાર્થીની બેગ તપાસી હતી. દરમિયાન અમુક વિદ્યાર્થીઓની બેગમાંથી હુક્કામાં વપરાતા અલગ-અલગ ફ્લેવર અને ચારકોલ મળી આવ્યા હતા. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેનને જાણ કરાતાં સ્કૂલમાંથી કંઇ નહીં મળ્યું હોવાનું રાકેશ હીરપરાએ જણાવ્યું હતું. રાકેશ હીરપરાએ શિક્ષણ સમિતિને પત્ર પણ લખ્યો હતો અને સ્કૂલ કેમ્પસ તેમજ તેની આસપાસ થતી અસામાજિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખતરારૂપ હોવાનું જણાવ્યું હતું.
રૂપિયાની જરૂરીયાત પુરી કરવા માટે ચેઇન સ્નેચિંગ કરતા યુપીના બે યુવક પકડાયા
સુરત : રાહદારી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનનું સ્નેચિંગ કરતી ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ બાતમીને આધારે ઈન્દ્રજીત ઉર્ફે ઈન્દ્રપાલ ફુલચંદ કુર્મી પટેલ (રહે.રાજીવનગર ઝુંપડપટ્ટી, ન્યુ બોમ્બે માર્કેટ સુરત) તેમજ આશિષ રામકૈલાસ કુર્મી પટેલને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી સોનાના પેન્ડલ સહિત સોનાની ચેઇન અને બીજી ત્રણ ચેઇન મળી કુલ્લે રૂા. 61 હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ ઉપરાંત રોકડા રૂા. 20 હજાર મળી કુલ્લ રૂા. 86 હજારનો મુદ્દામાલ કબજે લઇ પુછપરછ કરી હતી.
ઇન્દ્રજીતએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે 15 દિવસ પહેલા જ વતનમાં રહેતા ઉદયસિંગ પટેલ, આશિષ પટેલ અને સુરજ પાન્ડે સાથે સુરત આવ્યો હતો અને નાંણાકીય જરૂરીયાત પુરી કરવા ટુ વ્હીલર મો.સા ચોરી કરી તેનો ઉપયોગ કરી શહેરના જુદા-જુદા વિસ્તારમાં મહિલાઓને ટાર્ગેટ કરી મહીલાઓએ ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચી ચોરી કરવાનું પ્લાનિંગ કર્યું હતું. સૌથી પહેલા ઈન્દ્રજીત અને આશિષે કતારગામ કિરણ હોસ્પિટલ સામેથી એક મો.સા.ની ચોરી કરી હતી અને ત્યારબાદ ઈન્દ્રજીત અને સુરજ પાન્ડે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ઉપર પાછળ બેસી જતા એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ચોરી હતી. પોલીસે આ બંનેની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.