સુરત: (Surat) શાળાઓમાં (Schools) બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવાના કિસ્સાઓ કચેરીના ધ્યાને આવ્યા હતા. જેને પગલે શાળાઓમાં બાળકોને (Child) શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને તેનું પાલન કરવા શાળાઓને સૂચના આપવામાં આવી હતી.
- શહેરની ખાનગી સહિત તમામ સ્કૂલને ચેતવણી અપાઇ ! બાળકોને ત્રાસ આપ્યો તો ખેર નથી !
- બાળકોની હેરાનગતિ થતી હોવાની ઘટનાઓ કચેરીના ધ્યાન પર આવતા પરિપત્ર બહાર પડાયો: આવી ઘટનાઓથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે, જે ચલાવી લેવાશે નહીં
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ, ૨૦૦૯ પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપવામાં આવ્યા છે તથા આર્ટિસ્ટ એક્ટ, ૨૦૦૯ અંતર્ગત ગુજરાત આરટીઇ રુલ્સ, ૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આર્ટિસ્ટ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૭ની જોગવાઈ મુજબ કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં.
દ્યાર્થીઓને શાળામાં સલામત અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું એ આપણી સૌની ખાસ જવાબદારી અને ફરજ છે. જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આવી ઘટના ન બને તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓને પુનઃસૂચના આપવાની રહેશે અને બને તેટલી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
સરકારની કડક જોગવાઇ વચ્ચે પણ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ કચેરીના ધ્યાનમાં આવી હતી. આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આથી આવી ઘટના કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.