SURAT

સરથાણામાં પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુ મારી અગ્નિસ્નાન કરી લીધું: પ્રેમીનું મોત, પ્રેમિકા ગંભીર

સુરત: (Surat) સરથાણામાં પ્રેમીએ પ્રેમિકા (Lovers) પર હુમલો કરી પોતે સુસાઇડ (Suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાસોદરા ગામમાં આવેલ ઓમ ટાઉનશીપની બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રેમી યુવકે યુવતીના ઘરે જઇ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુવતી હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

શૈલેષગિરી (ઇજાગ્રસ્ત યુવતીના પિતા) એ જણાવ્યું હતું કે ઘટના સમયે પરિવાર કામ પર હતો. યુવક ઘરમાં ઘુસી ગયો હતો. લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. લગ્ન નહિં કરે તો તને મારી ને હું પણ મરી જઈશ એવી ધમકી આપી ચુક્યો હતો. યુવતીને છરીના બે ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહી છે. પોલીસ કાર્યવાહી ચાલુ છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારે સાંજે બની હતી. યુવક છોકરીના ઘરે પહોંચી ગયો હતો. લગ્નની વાતને લઈ યુવકે ઉશ્કેરાઈને પ્રેમિકા યુવતીને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવવા આવેલી યુવતીની બહેનપણીને પણ હાથમાં ચપ્પુ વાગ્યું હતું. ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુ ના ઘા મારી પોતે સળગી ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે બન્ને વચ્ચે 6 મહિનાથી પ્રેમ સંબંધ હતો. જોકે 2-3 મહિના પહેલા યુવતીની સગાઈ થઈ જતા બન્ને વચ્ચે કોઈ સંબંધ રહ્યા ન હતા. જેને લઈ આજે યુવક ચપ્પુ લઈ યુવતીના ઘરે દોડી ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત પરિવાર વિસાવદરનો રહેવાસી છે. સંતાનમાં બે દિકરી અને દીકરો છે. મોટી દીકરી પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. નાની દિકરીની સગાઈ થયા બાદ પ્રેમી દ્વારા હુમલો કરાયો છે. હાલ યુવતી ઓપરેશન થિયેટરમાં છે.

Most Popular

To Top