સુરત: (Surat) સરથાણા નેચર પાર્ક (Nature Park) પાસે રોયલ આર્કેટમાં આવેલા નાઈસ સ્પામાં (Spa) મહિલા સંચાલિકા દ્વારા કુટણખાનુ (Brothel) ચલાવવામાં આવતું હતું. પોલીસે રેઈડ (Raid) કરીને માલિક, મેનેજર, એજન્ટ અને એક ગ્રાહક સહિત ચારની ધરપકડ કરી હતી.
- સ્પામાં મહિલાએ પોતાના સગા મામાના દિકરાને મેનેજર તરીકે રાખ્યો
- સરથાણા રોયલ આર્કેટના બીજા માળે નાઇસ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ક્રાઇમ બ્રાંચની ટીમ શહેરમાં સ્પાના નામે દેહ વ્યાપારના ધંધો કરનારાઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહિ કરવા સક્રિય છે. ત્યારે ટીમને સરથાણા ચાર રસ્તા નેચર પાર્કની સામે આવેલા રોયલ આર્કેટના બીજા માળે દુકાન નં.૨૦-એ,ર૩૬ મા આવેલ નાઇસ સ્પાના મહિલા માલિક દ્વારા દેહવેપારનો ધંધો કરાવવામાં આવતો હોવાની બાતમી મળતા રેઈડ કરી હતી. મહિલાએ સ્પામાં પોતાના મામાના દિકરાને મેનેજરની નોકરીએ રાખ્યો હતો. તેમજ પોતાના સ્પા મસાજ પાર્લરમાં બે મહિલાને સ્પા મસાજ માટે નોકરીએ રાખી હતી. અને તે મહિલાઓ પાસેથી મસાજના નામે દેહવેપારનો ધંધો કરાવતી હતી. રેઈડ દરમ્યાન સ્પાના માલિક, સ્પાના મેનેજર, કમિશન એજન્ટ અને એક ગ્રાહકને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે રોકડા, મોબાઈલ ફોન, ગુગલ પે બારકોડ સ્કેનર, એક હિસાબી ચોપડો મળી કુલ રૂપિયા ૨,૦૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાંડેસરામાં 55થી વધુ પોલીસ કર્મીઓનું કોમ્બિંગ, 66 સામે કાર્યવાહી
સુરત : પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 55 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ કરી બે કલાકમાં અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા. 66 જેટલા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.
પાંડેસરા પોલીસે આજે હોટસ્પોટ તેમજ સંવેદનશીલ જગ્યાઓ આઇડેન્ટીફાઇ કરી તેવા વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ કર્યું હતું. અલગ અલગ 10 જેટલી ટીમો બનાવી હતી. જેમા 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 7 પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પાંડેસરા, ખટોદરા, અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મળી કુલ 55 પોલીસ કર્મચારીઓ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાલ્મિકી આબેંડકર SMC આવાસ સિધ્ધાર્થનગરમાં કોમ્બિંગનું આયોજન કરાયું હતું. કોમ્બિંગ કરતા આવાસમાં આવેલા કુલ 47 બિલ્ડીંગના કુલ 752 મકાનો ચેક કર્યા હતા. પોલીસે સમગ્ર કોમ્બિંગ દરમ્યાન કુલ 66 જેટલા કેસો કરી અટકાયતી પગલા ભરી કાર્યવાહી હાથ ધરી છે.