સુરત : (Surat) ગુજરાતના (Gujarat) સિવિલ એવિએશન (Civil Aviation) અને વાહન વ્યવહાર ખાતાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ (Cabinet minister purnesh modi) જણાવ્યું હતું કે રાજ્યના આગામી બજેટમાં (Budget) સરકાર ઈન્ટર સ્ટેટ વિમાન સેવા (Inter State air Service) અને સી-પ્લેન (Sea Plane) વિમાન સેવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા જોગવાઈ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of unity) વાયા સુરત-સાપુતારા (Surat-Saputara) સી-પ્લેન સેવા શરૂ કરવા સરકારનું આયોજન છે. સી-પ્લેન સેવા માટે સાપુતારા લેકમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જ્યારે સુરતમાં સી-પ્લેન માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ લોકેશનની શોધ કરી રહ્યુ છે. અંકલેશ્વરમાં કાર્ગો કોમ્પ્લેક્સ કમ એરસ્ટ્રીપ ઊભી કરાશે. જ્યારે વાપી, રાજપીપળા, અમરેલી, કેશોદ, મોરબી, અંબાજી એરસ્ટ્રીપ બનશે. અંબાજી, સોમનાથ, દ્વારકા, સાપુતારા સી-પ્લેન સેવા માટે ટેન્ડર બહાર પડાશે. યાત્રાધામ અને ટુરીઝમ સ્થળોને પણ જોડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કુલ 8 શહેરોમાં એરસ્ટ્રીપ બનશે. 6 શહેરોમાં હેલીપેડ પણ બનાવાશે. જેમાં એક હેલીપેડ તાપી જિલ્લામાં બનશે.
- અંકલેશ્વરમાં કાર્ગો કોમ્પ્લેક્સ કમ એરસ્ટ્રીપ, વાપી, અંકલેશ્વર, રાજપીપળા, અમરેલી, કેશોદ, મોરબી, અંબાજી એરસ્ટ્રીપ બનશે : પૂર્ણેશ મોદી
- અંબાજી, સોમનાથ, દ્વારકા, સાપુતારા સી-પ્લેન સેવા માટે ટેન્ડર બહાર પડાશે
સવારે સુરતથી અમદાવાદ પહોંચી સાંજે પરત આવવાની ફ્લાઈટ શરૂ કરાશે
રાજ્યના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, હવાઇ માર્ગે સુરત અને અમદાવાદને જોડવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. સવારે કોઇ પણ વ્યક્તિ અમદાવાદ કે ગાંધીનગર કામ માટે જઇ સાંજની ફ્લાઈટ પકડી સુરત આવી શકે એ માટે એરલાઇન્સ કંપનીને સ્લોટ ગોઠવવા જણાવવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સવારે ફ્લાઈટ ઉપડશે અને સાંજે અમદાવાદથી પરત ફરશે.
ડેટા સ્માર્ટ સિટીઝમાં સુરત શહેર દેશમાં પ્રથમ ક્રમે
સુરત: કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા દેશનાં સ્માર્ટ શહેરોને ડેટા એટલે કે માહિતી, રેકર્ડને વધુ સક્ષમ બનાવી એમાંથી જ સમસ્યાઓના ઉકેલ શોધવા તરફ આગળ વધારવા અને ‘ડેટા સ્માર્ટ સિટીઝ’ની ઓળખ આપવા ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક પ્રોજેક્ટ લાગુ કરાયો છે. જેમાં તમામ સ્માર્ટ શહેરો ડેટાના માધ્યમથી તાકીદે સમસ્યાનું નિવારણ કરી શકે એ હેતુ સિદ્ધ કરવાનો છે. જે માટે દેશનાં તમામ સ્માર્ટ શહેરોને તેમના ડેટા વર્કની માહિતી અપલોડ કરવા જણાવાયું હતું. જેના એનાલિસિસ બાદ દેશમાં સુરત મનપાને સર્વોચ્ચ 80 ગુણ પ્રાપ્ત થયા હતા. અને સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું હતું.
દેશનાં તમામ સ્માર્ટ શહેરો વિવિધ ડેટા મેળવીને જાતે જ પોતાનું મૂલ્યાંકન કરી શકે, એક ડેટાકલ્ચર તૈયાર થાય અને આ સ્માર્ટ શહેરો દ્વારા ડેટાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે, એ તમામ માહિતી કેન્દ્ર સરકારને આપવામાં આવી હતી. જેનું મૂલ્યાંકન કર્યા બાદ સુરત શહેરને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ડેટાનો રેકોર્ડ રાખવામાં આવે છે અને ઓનલાઈન પણ ડેટા મૂકવામાં આવે છે.