સુરત: (Surat) ગુજસીટોકનો આરોપી સજ્જુ કોઠારીનો (Sajju Kothari) પુત્ર તથા લિસ્ટેડ જુગારી આરીફ કોઠારીના પુત્રને રાંદેર પોલીસે (Police) મહેન્દ્રા કંપનીની “થાર”ફોર વ્હીલ ગાડીમાં પ્રાણ ઘાતક રેમ્બો છરા (Rambo Knife) સાથે ઝડપી પાડ્યા હતાં. તેમની મોંઘીદાટ કારના આગળના ભાગે સરકાર લખેલું હતું.
- સજ્જુ કોઠારીનો પુત્ર તથા લીસ્ટેડ જુગારી આરીફ કોઠારીનો પુત્ર થારમાં રેમ્બો છરા સાથે પકડાયા
- લક્ઝુરિયસ કારની આગળ સરકાર લખ્યું હતું
આગામી 20 જૂને જગન્નાથજીની રથયાત્રાને ધ્યાને લઈને પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ ચાલું છે. રાંદેર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પીઆઈ એ.એસ.સોનારાના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બી.એસ.પરમાર તેમની ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામા ભંગ તેમજ વણશોધાયેલા અન્ય ગુનાહિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી. ત્યારે ફરતા ફરતા સુરત રાંદેર તાડવાડી જૈનબ હોસ્પિટલ પાસે આવ્યા હતા. ત્યાં એક મહેન્દ્રા કંપનીની થાર ફોર વ્હીલ ગાડીમાં બે જમા પ્રાણઘાતક હથિયાર સાથે પકડાયા હતાં.
થાર ગાડી પર આગળ સરકાર તથા પાછળ અંગ્રેજીમાં એકે લખી લોકો પર પ્રભાવ પાડવા ગાડીમા નીકળતા હતાં. તેમના નામઠામ પુછતા બંને કુખ્યાત આરોપીઓના પુત્રો હોવાનું સામે આવ્યું હતું. રાંદેર પોલીસે સજ્જુ કોઠારીના પુત્ર હાશીર સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી (ઉ.વ-૨૨ ધંધો-જીમ ટ્રીનર રહે-અમાનત પેલેસ જમરૂખગલી નાનપુરા અઠવા) તથા જુગારી આરીફ કોઠારીના પુત્ર આકીબ આરીફ કોઠારી (ઉ.વ-૨૫ ધંધો-શેરમાર્કેટ રહે-૨૦૪ શાલીમાર એપાર્ટમેન્ટ જમરૂખગલી નાનપુરા અઠવા) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી થાર ગાડી (GJ-05-RU-3130) અને તેમાં મુકેલો રેમ્બો છરો બંને કબજે લેવાયા હતા.
અડાજણમાં લુમ્સ ખાતેદાર પાસેથી 10.35 લાખનો માલ મેળવી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી
સુરત : અડાજણ ખાતે રામેશ્વરમ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ફેનિલ પંકજભાઈ તડકેશ્વરવાલા સાયણ દેલાડ ગામમાં શિવશક્તિ ઇન્ડસ્ટ્રીયલ વિભાગમાં લુમ્સના મશીન ચલાવે છે. તેમના દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ જેઠાભાઈ પટેલ (ખટોદરા જીઆઈડીસી સબજેલ પાસે), રોહીત દિનેશભાઈ પટેલ અને સોનુ અગ્રવાલની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાપડ દલાલ સોનુ અગ્રવાલે તેની પાસે ગ્રે કાપડ ખરીદનાર સારી પાર્ટીઓ છે જેને માલ આપશો તો સારો નફો મળશે તેવી વાતો કરી હતી. અને તે જે પાર્ટીનું નામ અને જીએસટી નંબર આપે તે પાર્ટીનું ચલણ બનાવી ઓર્ડર મુજબ તે પાર્ટીને માલ મોકલી આપવાનો. પેમેન્ટની સંપૂર્ણ જવાબદારી તેની હતી. બાદમાં તેણે ચિત્રકુટ ઇમ્પેક્ષના પ્રોપાઈટર દિનેશ પટેલ અને ભાગીદાર તરીકે તેના દિકરા રોહીત પટેલના ફર્મ શ્રી ગણેશ ફેબ્રિકેશનમાં તથા તેના કાકાની ફર્મમાં ટુકડે ટુકડે કુલ 10.35 લાખનો માલ મોકલ્યો હતો. જેના પેમેન્ટની ઉઘરાણી કરતા ફોન બંધ કરી દીધો હતો. અને દુકાન બંધ કરીને નાસી જઈ છેતરપિંડી કરી હતી.