લાગે છે, સજ્જુ કોઠારીને પોલીસનો પણ ડર રહ્યો નથી, ક્રાઈમ બ્રાન્ચે તેની વિરુદ્ધ કોર્ટને આ ફરિયાદ કરવી પડી

સુરત: સુરતમાં ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા બાદ સુરત પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગની સામે ગુનો નોંધવાની શરૂઆત કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે અઠવા વિસ્તારની માથાભારે ગણાતા સજ્જુ કોઠારી અને તેની ગેંગની સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સજ્જુ કોઠારીએ ગુજસીટોકના ગુનામાં જામીન અરજી કરતા તે મંજૂર થઇ હતી. કોર્ટે સજ્જુ કોઠારીને સુરત શહેરમાં પ્રવેશવા ઉપર અને ગુજરાત રાજ્યની હદ છોડવા ઉપર પ્રતિબંધ મુકતી શરત આપવામાં આવી હતી. કોર્ટનો હુકમ છતાં પણ સજ્જુ કોઠારીએ સુરતમાં જ રહીને જમીન દલાલો અને બિલ્ડરોને ધમકાવતો હતો. સજ્જુ કોઠારીની સામે શરૂઆતમાં જ રાંદેર પોલીસમાં ફરિયાદ થઇ હતી, ત્યાં થોડા દિવસ પહેલા જ સજ્જુ કોઠારીની સામે અન્ય એક દલાલે પણ ફરિયાદ નોંધાવતા સજ્જુ કોઠારીની સામે બે ગુના નોંધાયા હતા. તેથી ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને તેને નાગપુરથી પકડી લીધો હતો, હવે ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં એક અરજી કરી છે.

સુરત શહેરમાં નહીં પ્રવેશવા અને ગુજરાત રાજ્યની હદ નહીં છોડવાની શરત છતાં સજ્જુ કોઠારી લોકોને ધમકાવતો
સજ્જુની સામે વારાફરતી બે ગુના નોંધાતા હવે ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી

(Surat) ગુજસીટોકના (Gujcitok) ગુનામાં માથાભારે સજ્જુ કોઠારીના (Sajju Kothari) જામીન (Bail) નામંજૂર (Reject) કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં (Surat District court) અરજી (Application) કરી છે. સજ્જુ કોઠારીને જામીન મળી ગયા બાદ તેણે જામીનની શરતોનો ભંગ કરીને લોકોને ધમકાવ્યા હતા. આ ઉપરાંત તેની સામે વારાફરતી બે ગુના નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હોવાની વિગતો મળી છે. હવે ક્રાઈમ બ્રાન્ચે સજ્જુ કોઠારીના જામીન નામંજૂર કરવા માટે સુરતની કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી તા. 29મીના રોજ હાથ ધરવામાં આવશે.

ટ્રાન્સફર વોરંટથી અઠવા પોલીસે સજ્જુ કોઠારીની ધરપકડ કરી
નાનપુરામાં રહેતો અને માથાભારે સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે સજ્જુ કોઠારીને બાતમીના આધારે મહારાષ્ટ્રના નાગપુર ખાતેની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો હતો. હોટેલમાં ઉંઘતો હતો ત્યારે જ પોલીસની ટીમે હોટેલમાં (Hotel) રેડ કરી તેને દબોચી લીધો હતો.

સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાયેલી છે. તો હત્યા, અપહરણ, લૂંટ અને ખંડણી જેવા ગુનાની પણ ફરિયાદ નોંધાયેલી છે. સજ્જુ કોઠારી ગેંગ સામે 15થી વધુ ગુના નોંધાયા છે. આ સજ્જુએ પોતે વિલન હોય તેવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. પોલીસ પર હુમલો કરવા, ધમકી આપવા, રૂપિયા અને જમીન પડાવી લેવા સહિતના અનેક ગુનાઓ તેમના વિરૂદ્ધ દાખલ થઇ ચૂક્યા છે. અગાઉ તેમની ધરપકડ પણ થઇ ચૂકી છે.

જોકે ગત ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં પાંચમી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોક ગુનો નોંધાયો છે. સજ્જુ કોઠારી સહિત કોઠારી ગેંગના 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે અગાઉ 8માંથી 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. સજ્જુ કોઠારીના ભાઈ યુનુસ કોઠારીની અટકાયત કરાઇ હતી. ત્યારે હવે ફરાર મુખ્ય સૂત્રધાર સજ્જુ કોઠારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

Most Popular

To Top