SURAT

સુરત RTO દ્વારા ફોર વ્હીલ વાહનોની ગોલ્ડન-સિલ્વર નંબરો માટે ઓનલાઈન હરાજી આ દિવસોમાં થશે

સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ પરિવહન વિભાગ (road transport corporation) એક વિકલ્પ આપે છે. જેમાં કોઈ વ્યક્તિને પોતાનો ગમતો નંબર મળી જાય છે તો કોઈને તેના માટે હરાજીમાં ભાગ લેવું પડતું હોય છે. જેના માટે હાલ સુરત આર. ટી. ઓ દ્વારા 11 થી 14 જાન્યુ દરમિયાન ઓનલાઈન (online entry) અરજી મંગાવવામાં આવી છે.

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી માટે ગ્રાહકો એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા ભાગ લઈ શકશે અને તેના દ્વારા તેમની પસંદગી (selection) કરવામાં આવશે. ચાર ચક્રિય વાહનોના GJ05.RC, GJ05.RD, GJ05RE, GJ05.RG, GJ05.RH, GJ05.RJ, GJ05.RK, GJ05.RL, GJ05.RM, ના ગોલ્ડન અને સિલ્વર સિરીઝના નંબરની ઓનલાઈન હરાજી થશે

ઓનલાઈન હરાજીની અરજી તા.૧૧/૦૧/૨૦૨૧ થી તા.૧૪/૧/૨૦૨૧ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન (registration) કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા. ૧૪ અને ૧૫/૧/૨૦૨૧ના રોજ ઓપન થશે. તા.૧૬મી સુધીમાં ફોર્મ જમા કરવાના રહેશે. અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવા કરવામાં નહિ આવે.

મહત્વની વાત છે કે હાલ સુરતીઓને પસંદગીના નંબરો માટે ઘણા સમયથી આ લાભ મળ્યો નથી ત્યારે હવેથી આ સુરતીઓ પોતાના નવા વાહનો માટે જ ભાગ લઈ શકશે. સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

ઉલ્લેખનિય છે કે દર વર્ષે સુરતમાં જેમસબ્બોન્ડ 007 , 1111, 0000, 1 થી 9 અને સાંઈબાબા 541 નંબર માટે ખાસ હરીફાઈ થતી હોય છે અને લોકો હજારોથી લાખો આપવા તૈયાર થતાં હોય છે. જો કે આ વર્ષે કોરોના 19 અને 2020 સાથે 2021 જેવા નંબરો માટે હરીફાઈ થવાની પણ શક્યતા છે. જો કે જે પણ વ્યક્તિને મનપસંદ નમ્બર માટે હરાજીમાં ભાગ લેવું હોય તેણે ઉપરની તમામ માહિતીને ધ્યાને લઈ 60 દિવસમાં આવતા વાહનો માટે તારીખ 11 થી 14 માં ઓનલાઇન અરજી કરી દેવી પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top