સુરત: (Surat) સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા બંદરે જતી ફેરીમાંથી (Ferry) દરિયામાં (Sea) એક વૃદ્ધે છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર સુરતના હજીરા પોર્ટથી શરૂ કરવામા આવેલી હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસ શનિવારે સવારે 11-30 કલાકે પીરમબેટ નજીક પહોંચી ત્યારે રો-રો ફેરીમાં બેસેલા 69 વર્ષીય વૃદ્ધ બટુકભાઇ વિઠ્ઠલભાઇ સુતરિયાએ અચાનક જહાજની ઉપરથી દરિયામાં કૂદકો લગાવતા અન્ય પેસેન્જરો ગભરાઇ ગયા હતા. ફેરી સર્વિસના કેપ્ટને રોપેક્સ જહાજને (Ropex ship) અટકાવી કૂદી (Leap) પડેલી વ્યક્તિને બચાવવા ઇમરજન્સી કોલ આપ્યો હતો.
- પીરમબેટ પાસે મોતનો કુદકો લગાવનાર બટુક સુતરિયાની શોધખોળ
- સુરતથી ભાવનગર જતી વખતે વૃદ્ધે છલાંગ લગાવતા ભાવનગર મરીન પોલીસને જાણ કરાઇ
મૂળ ભાવનગરના વતની સુરતમાં પત્ની અને બે સંતાનો( છોકરી-છોકરી) સાથે રહેતા હતાં. સુરતથી ભાવનગર વતને જઇ રહ્યા હતાં તે દરમિયાન ઘોઘા અને પીરમબેટ વચ્ચેના દરિયામાં ઝંપલાવ્યુ હંતુ. આ અંગે ફેરી સર્વિસના સંચાલકોએ સુરત અને ભાવનગર મરીન પોલીસને જાણ કરી હતી. ભાવનગર મરીન પોલીસે સુરત મરીન પોલીસને કૂદી જનાર વ્યક્તિની માહિતી આપી હતી. ભારે શોધખોળ છતા દરિયામાં કૂદી જનાર પેસેન્જરની માહિતી હજી સુધી મળી શકી નથી. પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે અને તેમનો સંપર્ક થયા પછી જ વૃદ્ધે આવું કૃત્ય શા માટે કર્યું તેની વિગત મળી શકશે.
કેન્સરની બીમારીથી કંટાળી કાપોદ્રામાં વૃદ્ધે તાપીમાં પડતું મુકયું
સુરત: કેન્સરની બીમારીથી કંટાળી કાપોદ્રામાં વૃદ્ધાએ તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા સ્પીનીંગ મિલ પાછળ દિનદયાળ નગરમાં રહેતા 62 વર્ષીય રજનીકાંતભાઇ મોહનભાઇ ચૌધરી હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા હતા. આ સાથે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરની ગંભીર બિમારીથી પીડાતા હતા. જેના કારણે તેઓ નિરાશ થઇ ગયા હતા. રજનીભાઇ રવિવારે સવારે સાડાછ વાગ્યે ઘરેથી નીકળી કાપોદ્રા બ્રિજ પર પહોંચી જઇ તાપી નદીમાં પડતું મુકી દીધું હતું. દરમિયાન સવારે સાડાઅગિયાર વાગ્યે તેઓનો મૃતદેહ પાણીમાં દેખાતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જેથી લાશકરોએ તેમનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.