SURAT

સુરત-કડોદરા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે પુણાના યુવકનું મોત

સુરત: (Surat) સુરત-કડોદરા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવેલા પુણાના યુવકનું મોત નિપજ્યું હતું. યુવક નોકરી (Job) પર જાવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો કડોદરા (Kadodra) બાજુ કેમ ગયો તેની જાણ પણ પરિવારને ન હતી.

  • સુરત-કડોદરા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે પુણાના યુવકનું મોત
  • યુવક નોકરી પર જાવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો

સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ગીરસોમનાથ અબાળાગામના વતની નાગજીભાઈ રણછોડભાઈ કાતરીયા (50 વર્ષ) હાલ પુણાગામ વિસ્તારમાં આવેલી અર્ચના સ્કૂલની પાસે સીતારામ-2માં પત્ની જયા (48 વર્ષ), પુત્રી સેજલ (26 વર્ષ), પુત્ર પ્રકાશ (24 વર્ષ), પુત્રી અર્ચના (22 વર્ષ) સાથે રહે છે. નાગજીભાઈ મીનીબજાર ખાતે આવેલ હીરા બજારમાં હીરા લે-વેચનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ નાગજીભાઈનો પુત્ર પ્રકાશ હીરાબજારમાં છૂટક કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો.

પ્રકાશ બુધવારે બપોરે 3 વાગ્યાના સુમારે બાઈક પર કડોદરા થી સુરત બાજુ આવી રહ્યો હતો. તે દરમિયાન નીયોલ ચેક પોસ્ટ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પ્રકાશને અડફેટે લીધો હતો. જેથી પ્રકાશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રકાશ રોજ મુજબ કામે જવા માટે સવારે ઘરેથી નીકળ્યો હતો. પ્રકાશ કડોદરા બાજુ કેમ ગયો હતો તેની જાણ પણ પરિવારને કરી ન હતી. બનાવ અંગે સારોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી પ્રકાશ ક્યાં જઈને પરત આવી રહ્યો હતો તે જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

લિંબાયતમાં તમંચો લઈને વેચવા નીકળેલો પકડાયો, તમંચો આપનાર વોન્ટેડ
સુરત: લિંબાયત પોલીસે બાતમીના આધારે તમંચો અને એક કાર્ટીઝ લઈને ફરતા યુવકને પકડી પાડ્યો હતો. તેને વેચવા માટે પોતાના મિત્ર પાસેથી એક મહિના પહેલા ખરીદી કર્યો હતો. લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક વ્યક્તિ સંજીતસિંગ ઉર્ફે જેલર તમંચો લઈને રામ મંદીર સામે આવેલા શીવશક્તિ પાન સેન્ટર પાસે ઉભો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે રેઈડ કરી હતી. પોલીસને જોઈને આરોપી ભાગવાની કોશી કરી હતી. જેથી તેને પકડી પાડ્યો હતો. તેની ઝડતી લેતા તેની પાસેથી એક તમંચો અને એક જીવતી કાર્ટીઝ મળી આવી હતી. તેનું નામ પુછતા સંજીતસીંગ ઉર્ફે જેલર રામુસીંગ યાદવ (ઉ.વ.18, રહે.રણછોડનગર, ગોડાદરા તથા મુળ બિહાર) હોવાનું જણાવ્યું હતું. આરોપીની પુછપરછ કરતા તેને આ તમંચો એક મહિના પહેલા તેના મિત્ર કરણ ઉર્ફે મજનુ પચ્ચીસ (રહે. જોલવાગામ) પાસેથી ખરીદી કર્યો હતો. અને વેચવા માટે પોતાની પાસે રાખીને ફરતો હતો. પોલીસે કરણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top