SURAT

માર્ચથી રીંગરોડનો ફ્લાયઓવર બ્રિજ 4 મહિના માટે બંધ કરાનાર હોય વૈકલ્પિક રૂટ માટે આ નિર્ણય લેવાયો

સુરત : (Surat) સુરત મનપા (SMC) દ્વારા રીંગરોડ (Ring Road) ફ્લાયઓવર બ્રિજને (Flyover Bridge) રીપેરીંગ કરવા માટે બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે. પરંતુ હાલમાં પોલીસ વિભાગ દ્વારા એક-બે દિવસમાં મોકડ્રીલ (Mock Drill) કરવામાં આવશે અને ટ્રાફિકનું નિરીક્ષણ કરી ત્યારબાદ મનપા દ્વારા પહેલી કે બીજી માર્ચથી આ બ્રિજ 3 કે 4 મહિના માટે બંધ કરાશે.

  • પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક માટે મોકડ્રીલ કરશે, સંભવત તા. 2 કે 3જી માર્ચથી બ્રિજ બંધ કરાશે
  • મનપા દ્વારા જાહેરનામુ બહાર પાડી બ્રિજ બંધ કરાશે.
  • બ્રિજની 800 બેરીંગ બદલવાની કામગીરી હાથ ધરાશે.
  • બ્રિજ બંધ રહે તો નીચે ભારે ટ્રાફિક થવાની સંભાવના છે

22 વર્ષ જુના રીંગરોડ ફલાય ઓ‌વરબ્રિજને રીપેરીંગ કરવા માટે મનપા દ્વારા કાપડ વેપારીઓ સાથે ઘણીવાર મીટીંગ પણ કરી હતી. કારણકે, રીંગરોડ ફ્લાયઓવર બ્રિજ બંધ રાખવામાં આવશે તો, રોડ પર ખુબ જ ટ્રાફિક સમસ્યા થશે. જે માટે આવતીકાલે આ બ્રિજ બંધ રાખી પોલીસ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવી છે અને ટ્રાફિક ક્યાંથી કઈ રીતે ડાયવર્ટ કરી શકાય તેનું ઈન્સપેક્શન કરાશે અને ત્યારબાદ મનપા દ્વારા જાહેરનામુ બહાર પાડી બ્રિજ બંધ કરાશે. બ્રિજના રીપેરીંગ કામને 3 થી 4 મહિનાનો સમય લાગશે. કારણકે, બ્રિજની 800 બેરીંગ બદલવાની કામગીરી હાથ ધરાશે. બ્રિજ બંધ રહે તો નીચે ભારે ટ્રાફિક થવાની સંભાવના છે. જેથી બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નિરીક્ષણ કરીને મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.

સુરતમાં વધુ 7 બ્રિજ બનાવવા 5 કરોડની જોગવાઈ
બ્રિજ સીટી સુરતમાં વધુ સાત બ્રિજની (Bridge) ફીઝિબિલિટી રીપોર્ટ (Feasibility Report) માટે શાસકોએ સને ૨૦૨૨-૨૩ના બજેટમાં પાંચ કરોડની જોગવાઇ કરી છે. જેમાં સુર્યપુર ગરનાળા પરથી વરાછા ફલાયઓવર બ્રિજને જોડતા પોદ્દાર આર્કેડ ચાર રસ્તાને ક્રોસ કરતો ઓવરબ્રિજ, વલ્લભાચાર્ય હીરાબાગને જોડતો ફ્‌લાયઓવર બ્રિજ, ડિંડોલી ખાતે સાંઈ પોઈન્ટ ખાતે બ્રિજ, મહારાણા પ્રતાપ બ્રિજ, ગોડાદરા અને સુરત કડોદરા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલને સંલગ્ન ફ્‌લાય ઓવર બ્રિજ અને રતનમાળા બ્રિજ-કતારગામનો સમાવેશ થાય છે. જો કે આ બ્રિજ પૈકી સુર્યપુર ગરનાળા પર રેલ્વે ફલાય ઓવર બ્રિજ અને રત્નમાલા બ્રિજના ફીઝિબિલિટી રિપોર્ટ માટે અગાઉ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઇ ચૂકયો છે અને રિપોર્ટ નેગેટિવ આવતો હોવાથી આ બ્રિજને બે વર્ષથી બજેટમાં (Budget) સામેલ કરવામાં આવતા નહોતા. જોકે, હવે શાસકોએ તેને સામેલ કર્યા છે ત્યારે તેના માટે કામગીરી કરાશે.

Most Popular

To Top