SURAT

સુરતના સરથાણામાં નવા રિંગરોડ પર બે કાર વચ્ચે જોરદાર અકસ્માત, બેના મોત

સુરત: (Surat) સુરતના સરથાણા વિસ્તારમાં નવા રિંગરોડ (Ring Road) પર ગુરુવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાઈ હતી. બંને કાર ખૂબજ સ્પીડમાં હોવાનું જાણવા મળ્યું છે.

  • સુરતના સરથાણા વિસ્તારમાં નવા રિંગરોડ પર ગુરુવારે ગમખ્વાર અકસ્માત, બેના મોત
  • ઘટનાની જાણ ફાયરને થતા કાપોદ્રા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી કારમાં ફસાયેલા ઈજાગ્રસ્ત વ્યકિતને બહાર કાઢ્યા

શહેરમાં નવનિર્મિત રિંગરોડ ઉપર સરથાણા ખડસદ પર ચાર રસ્તા ઉપર ગુરુવારે બપોરે 1:12 કલાકે બે કાર સામસામે ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. સામેથી આવી રહેલી અર્ટિગા કાર સાથે હેરિયર કાર ધડાકાભેર અથડાતાં બન્નેમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં કાપોદ્રા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ફસાયેલા બે વ્યક્તિઓને કારની અંદરથી બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં બન્ને વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા.

રિંગરોડ પર બનેલી ઘટનામાં બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થયા હતા. ફાયરબ્રિગેડ દ્વારા પતરાંને કાપી લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. કહેવાય છે કે બન્ને કાર ઓવર સ્પીડ હોવાથી ધડાકાભેર અથડાયા બાદ બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે બંને કારમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ફાયર બ્રિગેડે કટિંગ ટુલ્સનો ઉપયોગ કરીને કારના પતરાને કાપ્યું હતું અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

Most Popular

To Top