SURAT

સુરતમાં પેસેન્જર બનીને બેસેલા બે અજાણ્યાઓએ રીક્ષા ચાલકને ગરદન પર ચપ્પુ મારી લુંટી લીધો

સુરત: (Surat) ભટાર ચાર રસ્તા પાસે લૂંટની (Loot) ઘટના બની હતી. રિક્શામાં (Rickshaw) પેસેન્જર બનીને બેસેલા બે અજાણ્યાઓએ રીક્ષા ચાલકને ગરદન પર ચપ્પુ મારી 1100 રૂપિયા લુંટી (Loot) લીધા હતા.

  • પેસેન્જર બનીને બેસેલા બે અજાણ્યાઓએ રીક્ષા ચાલકને ચપ્પુ મારી 1100 રૂપિયા લુંટી લીધા
  • ભટાર ચાર રસ્તા પાસે બનેલી ઘટના

ગોડાદરા ખાતે મથુરાનગરમાં રહેતા 48 વર્ષીય દશરથભાઇ રામદેવસિંગ બઘેલ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ રીક્ષા લઈને ભટાર ચાર રસ્તા પાસે ગયા હતા. ત્યારે રાત્રે બે અજાણ્યાઓ રીક્ષામાં પેસેંજર તરીકે બેસ્યા હતા. ભટાર ચાર રસ્તા છોડવા જતી વખતે બે પૈકી એક જણાએ રીક્ષા ચાલકની ગરદન પકડી લીધી હતી. જેથી રીક્ષાને ઉભી રાખીને નિચે ઉતરી ગયા હતા. આ બન્નેએ પાછળ આવી મને ડાબા હાથે ચપ્પુ જેવા ધારાદાર હથીયાર વડે હુમલો કર્યો હતો. અને રીક્ષા ભાડા ના રોકડા રૂપીયા 1100 લુંટી લઈ નાસી ગયા હતા. ખટોદરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સજા
સુરત: પાંડેસરા વિસ્તારની 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત એવી છે કે મૂળ ઓરિસાનો શ્રમજીવી પરિવાર હાલમાં પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. શ્રમજીવી પરિવારની 16 વર્ષની દીકરી જુન 2020માં ઘરેથી સાડી પર સ્ટોન લગાવવા જાંઉુ છું એવું કહીને નિકળ્યા બાદ પરત આવી ન હતી. તેની પિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફ‌રિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુધાન્સુ કૈલાસ રાઉત(રહે.ગોકુલધામ આવાસ,વડોદ,પાંડેસરા) નામનો યુવક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો છે. આ ઉપરાંત સુધાન્સુ રાઉતે ઉધના ‌વિજયાનગર પાસે ઓમ સાઈનગર પ્લોટ નં.૩માં બીજા માળે રૂમ નં.૬માં લગ્નની લાલચે સગીરા સાથે શા‌રિરીક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પાંડેસરા પોલીસે સગીરાના ‌પિતાની ફ‌‌રિયાદ લઈ સુધાન્સુ રાઉત સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા ગયો હતો. સરકાર તરફે એડવોકેટ દિપેશ દવેએ દલીલો કરી હતી. એડવોકેટ દિપેશ દવેની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી સુધાંશુને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top