સુરત: (Surat) શહેરમાં ફરીથી રિક્શાગેંગ સક્રિય થઇ છે. બે જુદી જુદી ઘટનામાં મહિધરપુરામાં વેપારી પાસેથી દોઢ લાખ રૂપિયા અને કતારગામમાં યુવાન પાસેથી નવ હજાર ચાકૂ બતાવીને લૂંટી (Loot) લેવાયા હતા.
દેવાશીષભાઇ કાર્તિકભાઇ કર્મોકર ઉં.વ.-૪૭, ધંધો-નોકરી, રહે ઘર નં૭ ૩૮૭૭ ફ્લેટ નં ૪૦૧ ચોથીયા શેરી રૂગનાથપુરા મહિધરપુરા સુરત પર રિકસામાં બેસેલા લૂખ્ખાઓએ હૂમલો કરીને ચાકૂ હૂલાવીને સોનાના બ્રેસલેટ અને મોબાઇલ ફોન સાથે કુલ્લે દોઢ લાખની મતાની લૂંટ કરી હતી. ગઇ તા. 1 જૂનના રોજ સવારના ચાર વાગ્યે આ લૂંટ કરવામાં આવી હતી. દેવાશીષે જણાવ્યુંકે તેઓ ઓટોરિક્સામાં બેસીને ઘરે સ્ટેશનથી આવવા માટે બેઠા હતા. તે વખતે એક પોપટી જેવા કલરની પીળા કલરના હુડ વાળી ઓટોરીક્ષામાં બેસી રૂગનાથપુરા ચોથીયા શેરી બીગ-બી પાનના ગલ્લાની સામે આવેલ ત્યારે તે રીક્ષામાં બેસેલ ત્રણ ઇસમોમાંથી એક ઇસમે ચપ્પુ કાઢી જમણા પગના ધુંટણના ભાગે મારી દીધુ હતુ. તેઓ પાસેથી હાથમાં રહેલ સોનાનુ બ્રેસ્લેટ જેની કિંમત રૂપિયા-૮૦,૦૦૦ તથા આઇફોન અને તેમની દીકરીની સોનાની બુટ્ટી જેની કિંમત 25000 તથા આઇફોન ઇલેવન સહિત કુલ્લે દોઢ લાખની મત્તા લૂંટી લીધી હતી.
કતારગામમાં ચાકૂ બતાવીને નવ હજાર પડાવી લેવાયા
નિકુંજભાઇ મુળજીભાઇ સુતરીયા ઉ.વ.૩૧ ધંધો.-કોન્ટ્રાક્ટરરહે.-ઘર નં.૩૭ રીધ્ધી સિધ્ધી સોસાયટી કોઝ વે
રોડ સિંગણપૂર ચાર રસ્તા કતારગામને માનવધર્મ ચાર રસ્તાથી કતારગામ દરવાજા વચ્ચે લૂંટી લેવામાં આવ્યા હતા. તેમને ચાર જેટલા લોકોએ ચાકૂ બતાવીને ચાર હજાર રૂપિયાનો ફોન આંચકી લીધો હતો. આ ઉપરાંત ખિસ્સામાં રહેલા પાંચ હજાર રૂપિયા રોકડા પડાવી લીધા હતા.