SURAT

સુરતીઓએ હવે બે-ત્રણ સિગ્નલ પર ઊભા નહીં રહેવું પડે, ટાઇમ સેટ કરાશે

સુરત: સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક શહેર પોલીસ કમિશનર અનુમપસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા સામે આર.ટી.ઓ. તથા પોલીસ વિભાગ દ્વારા 2023 ના વર્ષ દરમિયાન 897 તથા 2024 થી હાલ સુધીમાં 1150 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો આર.ટી.ઓ. અધિકારીએ આપી હતી.

પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે સુરત શહેરના દરેક ઝોન વિસ્તારમાં રિક્ષાઓ માટે નિયત કરેલા રિક્ષા સ્ટેન્ડમાં સાઈન બોર્ડ, પાર્કિંગના પટ્ટાઓ લગાવવા માટે એસ.એમ.સી.ના અધિકારીઓને સૂચના આપી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા 2024 ના વર્ષ દરમિયાન 3170 પશુઓ પકડવામાં આવ્યા છે અને પશુ માલિકો પાસેથી રૂા.18 લાખના દંડની વસુલાત તથા 172 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. શહેરમાં ગત દિવસોમાં 124 સ્ટોપ લાઈન, 297 ઝેબ્રા ક્રોસિંગ, 341 પાર્કિંગના સાઈન બોર્ડ, સ્પીડ લિમિટના 67 સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે.

શહેરમાં પ્રતિબંધિત વિસ્તારમાં ભારે વાહનો માટે સાઈન બોર્ડ લગાવવાની સુચના મહાનગરપાલિકાના અધિકારીઓને આપી હતી. શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વિરૂદ્ધ લેનમાં ચાલનારા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. હજીરાથી ભાટિયા સુધી સાઈન બોર્ડ લગાવવા તથા સી.સી.ટી.વી. કેમેરાઓ મુકવા જણાવ્યું હતું.

હાઇવેના અધિકારીઓએ બુડિયા અને ગભેણી ઓવરબ્રિજની કામગીરી આગામી મહિનામાં પુર્ણ થતા ખુલ્લા મુકવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. ઓ.એન.જી.સી. બ્રિજ પર શનિ-રવિની રજાઓમાં લોકો પોતાના વાહનો પાર્ક કરતા હોય છે જેથી આ બ્રિજ પર ભારે વાહનો પસાર થતા હોવાથી મોટા અકસ્માતનો ભય રહે છે જેથી આ અંગે સાઈન બોર્ડ લગાવીને લોકોને વાહનો પાર્ક ન કરવા પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

બેઠકમાં આર.ટી.ઓ., સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓવરસ્પીડ માટે આરટીઓની કાર્યવાહી

  • 2023માં 897ના લાયસન્સ સસ્પેન્ડ કરાયા
  • 2024થી હાલ સુધીમાં 1150 લાયસન્સ સસ્પેન્ડ

સુરત મહાનગર પાલિકાએ કરેલી કાર્યવાહી

  • 2024માં 3170 પશુઓ પકડવામાં આવ્યા
  • પશુ માલિકો પાસેથી 18 લાખ દંડ વસૂલ્યો
  • 172 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી
  • 124 સ્ટોપ લાઈન બનાવવામાં આવી
  • 297 ઝેબ્રા ક્રોસિંગ બનાવવામાં આવ્યા
  • 341 પાર્કિંગના સાઈન બોર્ડ મૂકાયા
  • સ્પીડ લિમિટના 67 સાઈન બોર્ડ મૂકાયા

નવી આ સૂચના અપાઇ
રોંગ સાઈડ પર આવતા ભારે વાહનો સામે કાર્યવાહી કરો
હજીરાથી ભાટિયા સુધી સાઈન બોર્ડ તથા સી.સી.ટી.વી. લગાડો
ઓ.એન.જી.સી. બ્રિજ પર શનિ-રવિની રજામાં પાર્કિગ નહીં થવા દો

રિક્ષામાં ભારે સાઉન્ડ સિસ્ટમ નહીં ચાલે
પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે સુરત શહેરના દરેક ઝોન વિસ્તારમાં રિક્ષાઓ માટે નિયત કરેલા રિક્ષા સ્ટેન્ડમાં સાઈન બોર્ડ, પાર્કિંગના પટ્ટાઓ લગાવવા માટે એસ.એમ.સી.ના અધિકારીઓને સૂચના આપી હતી. રિક્ષાઓમાં ભારે સાઉન્ડ સિસ્ટમ રાખનારાઓ ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Most Popular

To Top