SURAT

શહેરમાં રેમડેસિવિરની કાળાબાજારી કરનાર ડોક્ટર સહિત ચાર ઝડપાયા, સપ્લાય કરનાર એક ડોક્ટર વોન્ટેડ

સુરત: (Surat) સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir injection) જરૂરીયાત વધતા તેની કાળા બજારી શરૂ થઈ છે ત્યારે પીસીબી પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી (Black Marketing) કરનાર એક ડોક્ટર સહીત ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. તેઓની પાસેથી 3 નંગ ઇન્જેક્શન સહીત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં આ કૌભાંડમાં વધુ એક ડોક્ટરની (Doctor) સંડોવણી સામે આવી હતી. જેથી તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે રાત્રે પીસીબીએ (PCB) ભાગળ ચાર રસ્તા પાસેથી ઈન્જેકશનના કાળાબજારી કરતા કતારગામના ડોકટર સહિત ચાર જણાને ઝડપી પાડી તેમની પાસેથી રેમડેસિવિર ઈન્જેકશનના ત્રણ બોક્ષ, રોકડ રકમ, મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

સુરતમાં હાલમાં દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં ખુબ વધારો થયો હોવાથી અને ઈન્જેકશનની અછત હોવાથી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોચી જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડયો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

જણાવી દઈએ કે આ અગાઉ કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી.  જેમાં પાંડેસરા વિસ્તારના માજી મહિલા કોર્પોરેટર સાધના પટેલ નો પુત્ર છે. દિવ્યેશ પટેલ અને ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ ની ધરપકડ કરવામાં આવી હતી. કે પી સંઘવી હોસ્પિટલ એક્સપાઈરી ડેટ ના ઇન્જેક્શન ને ડિસ્ટ્રોય કરવા ફાર્મસીસ્ટ ને આપ્યા હતા.  ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ પાસેથી દિવ્યેશે 5400 ના ભાવે 6 રેમડીસીવીર ઇન્જેક્શન ખરીદ્યા હતા.  ત્રણ દિવસ પહેલા ની ઘટના માં છેવટે તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી.

Most Popular

To Top