SURAT

સુરતમાં જૂન મહિનામાં 8 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો, જાણો કેટલો પડ્યો?

સુરત:  દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્‍તારોમાં મેઘ સવારી હાજરી પુરાવી થઇ છે. મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદી માહોલ છે. ખેતી અને પીવાના પાણીની દ્રષ્‍ટીએ જુન-જુલાઇ માસ ખૂબ મહત્‍વનો ગણાય છે. આવતીકાલે રવિવારે જુન મહિનો પુરો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ગુજરાતમાં મૌસમનો સરેરાશ વરસાદ ઘણો ઓછો છે. ગયા વર્ષની સરખામણીએ જ વાત કરીએ તો સરેરાશ ૮ ઇંચ ઓછો વરસાદ નોંધાયો છે.

  • હવામાન વિભાગની વહેલા ચોમાસાની આગાહી વચ્ચે
  • જિલ્લામાં છેલ્લા આઠ વર્ષમાં જુન મહિનાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો
  • જિલ્લામાં ચાલુ વર્ષે જુનના અંતે સરેરાશ ૪.૬૪ ઇંચ વરસાદ નોંધાયો

મેરી તરહ મેઘ તૂમ ભી ટૂટે હારે હો, ઇતને અચ્છે મોસમ મેં ભી એક કિનારે હો… કોઈ શાયરે લખેલી આ લાઈનો ચાલુ વર્ષે વરસાદની પેટર્નને મળતી આવે છે. ગયા વર્ષેની ૩૦ જુન સુધીમાં જિલ્લામાં કુલ ૧૨.૦૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે ર૯ જુન ર૦ર૪ની સ્‍થિતિએ સરેરાશ ૪.૬૪ ઇંચ વરસાદ પડયો છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષેના જુનના આજના દિવસ સુધીમાં અડધાથી પણ ઓછો વરસાદ છે. હજુ ઘણા વિસ્‍તારોમાં વાવણી માટે મેઘરાજાની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. હજુ ઘણા જિલ્લામાંઓ આકાશ ગોરંભાયેલુ છે ગમે ત્‍યારે વરસાદ તૂટી પડે તેવી સ્‍થિતિ છે. આગામી દિવસોમાં વ્‍યાપક વરસાદની આગાહી છે.

ઉલ્લેખનિય છે કે, આ વખતે હવામાન વિભાગે નૈઋત્ય ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી કરી હતી. અને હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું વહેલું તો શરૂ થયું પરંતુ નવસારી સુધી આવીને અટકી ગયું હતું. નવસારીથી આગળ વધતા ચોમાસાને બીજો અઠવાડિયાનો સમય લાગ્યો હતો.

વરસાદની સિસ્ટમનું બળ મળતા પછી ચોમાસુ ધીમે ધીમે હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આગળ વધ્યું છે. ત્યારે સુરત શહેરમાં અત્યાર સુધી માત્ર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જે ગયા આઠ વર્ષમાં જૂન મહિનાનો સૌથી ઓછો વરસાદ દર્શાવે છે.

છેલ્લા ૧૧ વર્ષનો જુન મહિનાનો કુલ વરસાદ

  • વર્ષ વરસાદ ઇંચ
  • ૨૦૧૪ ૧.૬૮
  • ૨૦૧૫ ૧૨.૪૫
  • ૨૦૧૬ ૨.૪૬
  • ૨૦૧૭ ૧૨.૧૦
  • ૨૦૧૮ ૬.૮
  • ૨૦૧૯ ૯.૪
  • ૨૦૨૦ ૬.૦૩
  • ૨૦૨૧ ૧૧.૦૬
  • ૨૦૨૨ ૯.૧૧
  • ૨૦૨૩ ૧૨.૦૪
  • ૨૦૨૪ ૪.૬૪

Most Popular

To Top