સુરત: (Surat) સુરત શહેરમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, પાંડેસરા, વરાછા અને કતારગામ બાદ હવે સલાબતપુરામાં પણ બળાત્કારની (Rape) ઘટના સામે છે. પરંતુ અહીં વાત કંઇક અલગ છે. પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લવજતા પિતાએ પોતાની બે સગીર પુત્રીઓની સાથે અડપલા અને બળાત્કાર ગુજારતા મામલો પોલીસમાં (Police) પહોંચ્યો હતો. બળાત્કાર અને છેડતીનો ભોગ બનેલી સગીરાઓ પોતાના ઘર પાસે જઇ રહ્યા હતા ત્યારે સલાબતપુરાના સિંગાપુરી વાડી પાસે એક પોલીસ કર્મચારીની વર્દી જોઇને બંનેની હિંમત ખુલી હતી. પીડિત સગીરાએ પોતાના પિતાની વિકૃતતા વિશે પોલીસને વાત કરતા મામલો બહાર આવ્યો હતો. પોલીસે આ પિતાની સામે બળાત્કારની ફરિયાદ નોંધીને તેની ધરપકડ પણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, માનદરવાજા નવી કોલોનીમાં રહેતા અને ગોલ્ડન પ્લાઝા માર્કેટમાં સાફ-સફાઇનું કામ કરતી 36 વર્ષિય મહિલા નામે શબાના (નામ બદલ્યું છે) સને-2007માં દિવાળીના તહેવારમાં પોતાના વતન મહારાષ્ટ્ર ગઇ હતી. આ દરમિયાન તેમની બે પુત્રીઓ એક 14 વર્ષિય અને બીજી 13 વર્ષિય સુરતમાં જ હતી. આ બંને સગીરાઓ પોતાના ભાઇ અને પિતાનું ધ્યાન રાખતી હતી. માતાની ગેરહાજરીમાં બંને સગીરાના પિતા સિકંદર સલીમ શેખએ દાનત બગાડી હતી. એકલતાનો લાભ લઇને બંને સગીરાઓની છાતી ઉપર હાથ ફેરવીને ખરાબ હરકતો કરવામાં આવતી હતી. પાંચ દિવસ બાદ શબાના સુરત આવી ત્યારે બંને દિકરીઓએ રડતા રડતા કહ્યું કે, ‘પપ્પા મને છેડી રહ્યા હતા, મારી છાતી ઉપર હાથ ફેરવ્યો હતો.’ શબાનાએ તેના પતિ સિકંદરને સમજાવ્યો હતો. ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો.
બુધવારે શબાના પોતાના કામ ઉપર ગઇ હતી ત્યારે સલાબતપુરા પોલીસ મથકેથી તેમની ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમે જલ્દીથી પોલીસ મથકે આવો, તમારી બંને પુત્રીઓ અહીં આવી છે. શબાના પોલીસ મથકે જતા ત્યાં બંને સગીરાઓએ કહ્યું કે, સિકંદર તેઓને સારોલી સતરશાબાવાની દરગાહ પાસે લઇ ગયો હતો અને ત્યાંથી થોડે આગળ એક ખેતર પાસે બંને સગીરાઓની છાતી ઉપર હાથ લગાવી સેક્સની માંગણી કરી હતી. બંને પુત્રીઓએ સિકંદરને ઘરે લઇ જવા માટે કહેતા સિકંદરે બંને પુત્રીઓને ધમકાવીને પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલો શાંત પડી ગયા બાદ રાત્રીના સમયે સિકંદરે પોતાની પુત્રીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે સલાબતપુરા પોલીસે પિતા સિકંદરની સામે બળાત્કારનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
છેલ્લા બે દિવસથી વિકૃત પિતા પુત્રીની સાથે બળાત્કાર ગુજારી રહ્યો છે
સારોલી પાસે બંને દિકરીઓ પાસે સેક્સની માંગણી કરીને ઘરે આવેલા સિકંદરની હવસ હજુ પણ સંતોષાઇ ન હતી. રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે સિકંદરે તેની પુત્રીને ઊંધમાંથી ઊભી કરી હતી અને કહ્યું કે, ‘ચલ કપડે નિકાલ, મુજે કરના હૈ’ પુત્રીએ ના પાડતા સિકંદરે જબરદસ્તીથી તેની લેગીંસ કાઢીને બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ સગીરાને ગુપ્તાંગના ભાગે બ્લડીંગ પણ થયુ હતુ. આમ છતાં પણ પિતાની હવસ બાકી જ રહી હતી અને રાત્રીના ચારથી પાંચ વાર સુધી પુત્રીના ગુપ્તાંગના ભાગે હાથ ફેરવીને વિકૃતતા સંતોષાઇ હતી. બુધવારે સવારે પણ સફાઇ કરવાના બહાને પુત્રીને રૂમમાં બોલાવી હતી અને ફરીવાર બળાત્કાર ગુજાર્યો હતો.
સ્કૂલમાં પોલીસે શિખવેલી શિખામણ કામ લાગી, અને બંને બાળકીઓ સીધી પોલીસ મથકે ગઇ
એક છેડતી અને બીજી બળાત્કારનો ભોગ બનેલી સગીરાઓ સલાબતપુરાના સિંગાપુરીની વાડી પાસેથી ઘરે આવી રહી હતી. ત્યારે બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ એક પોલીસ કર્મચારીને જોયો હતો. સાથે જ તેને સ્કૂલનો વાતો યાદ આવી હતી. તે જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલમાં પોલીસના અધિકારીઓએ ‘ગુડ ટચ, બેડ ટચ’ શીખવ્યું હતું. કોઇ વ્યક્તિ તેઓની છેડતી કરે કે પછી બદકામ કરે ત્યારે કોઇપણ પ્રકારના ડર વગર સીધો જ પોલીસનો સંપર્ક કરવાની વાત સગીરાના ધ્યાને આવી હતી. બંને સગીરા માનદરવાજા પોલીસ ચોકી પાસે જઇ રહી હતી ત્યાં જ એક પોલીસ કર્મચારીએ પોતાની ગાડી બહાર કાઢી રહ્યા હતા. તેઓએ સગીરાને સાઇડમાં ખસવા માટે કહ્યું હતું. સગીરા આમથી તેમ જોતી હોવાથી પોલીસે તેણીનું નામ અને અન્ય પુછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી તમામ ઘટના કહી હતી, અને આ સાથે જ પોલીસે સિકંદરની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી લીધી હતી.