SURAT

સુરતની ધટના: સપનાને હકીકત માનીને ભાણેજે મામા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી અને પછી કોર્ટે…

સુરત : બળાત્કારના (Rape) ગુનામાં સગીરાએ સપનાને (Dream) હકીકત માનીને બોયફ્રેન્ડની (Boy Friend) સાથે સગા મામાની સામે રેપની ફરિયાદ (Complaint) આપી હતી. આ ગુનામાં કોર્ટે કહ્યું કે, ટ્રાયલ ચાલવામાં લાંબો સમય લાગે તેમ છે, ત્યાં સુધી આરોપીને જેલમાં રાખી શકાય નહીં. તેમ ટાંકીને આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, કામરેજ નજીક આવેલા એક ગામમાં 17 વર્ષિય સગીરાને સપનું આવ્યું હતું, જેમાં સગીરાની સાથે તેના સગા મામા નામે હિરેનભાઇ (નામ બદલ્યું છે) રાત્રીના સમયે સગીરાના ગુપ્તાંગના ભાગે આંગળી નાંખીને રેપ કરતા હતા. આ સપનાને હકીકત માનીને સગીરાએ પોતાના બોયફ્રેન્ડની સાથે મળી કામરેજ પોલીસમાં હિરેનભાઇની સામે બળાત્કારની ફરિયાદ આ્રપી હતી. પોલીસે બીજા જ દિવસે હિરેનભાઇની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.

જામીન મુક્ત થવા માટે હિરેનભાઇએ વકીલ નિલેશ વઘાસીયા મારફતે કોર્ટમાં જામીન અરજી કરી હતી અને કહ્યું કે, સગીરાએ માત્ર સપનાને હકીકત માનીને ફરિયાદ કરી છે, આ કેસમાં ચાર્જશીટ પણ થઇ ગયું છે, કેસની ટ્રાયલમાં સમય લાગે તેમ છે ત્યારે આરોપીની સ્વતંત્રાને પણ ધ્યાને રાખી જામીન મંજૂર કરવા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ હિરેનભાઇને રૂા.20 હજારના જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.

વેસુમાં વિધર્મી યુવકે કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી સાથે કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યું

સુરત: વેસુ ખાતે રહેતી અને અઠવાલાઈન્સની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેની સાથે અભ્યાસ કરતા વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી વેસુ ખાતે આવેલા કપલ બોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીએ પરિવારમાં જાણ કરતા મામલો ઉમરા પોલીસ મથકે પહોંચતા પોલીસે યુવકને પકડી દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતી 19 વર્ષીય રાગિની (નામ બદલ્યું છે) અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે કોલેજમાં બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ પણ અભ્યાસ કરે છે. કોલેજમાં બંને વચ્ચે મિત્રતા થતા મોબાઈલ ફોન પર વાતો કરતા હતા. બાદમાં બંને ફરવા બહાર જતા હતા. બાદશાહે નવેમ્બર 2021 માં રાગિનીને મળવા માટે વેસુ સફળ સ્ક્વેરમાં આવેલા યુએન્ડમી નામના કાફેમાં બોલાવી હતી. રાગિનીએ કાફેમાં જવાની ના પાડતા બાદશાહે અંદર શાંતિથી બેસી શકીએ તેમ કહીને અંદર લઈ ગયો હતો. અને કપલ બોક્સમાં તેની સાથે ફોટો પાડ્યા હતા. બાદમાં થોડા દિવસ પછી પરત ત્યાં લઈ ગયો હતો અને તેની સાથે જબરજસ્તી શારીરિક સબંધ બાંધી તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બાદશાહ ફોટાઓના આધારે અવારનવાર બ્લેકમેઇલ કરી કાફેમાં મળવા બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.

યુવતીના ઘરની બહાર આંટા ફેરા મારી બહાર નીકળે એટલે પીછો કરતો
અઠવાડિયા પહેલા રાગિનીના ઘરમાં બાદશાહ સાથેના સંબંધોની જાણ થઈ હતી. બાદશાહ સાથેના સંબંધો કાપી નાખવા સૂચના આપી હતી. જેથી બાદશાહે જો તે સંબંધ નહી રાખે તો ફોટો કોલેજના ગ્રુપમાં વાયરલ કરવાની તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાગિનીના ઘરની બહાર આંટા ફેરા મારતો અને ઘર બહાર નીકળે એટલે પીછો કરતો હતો. અંતે કંટાળીને રાગિનીએ પરિવારમાં જાણ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપીને રાગિનીના મોબાઈલ પર મેસેજથી વાત કરીને મળવા બોલાવી દબોચી લીધો હતો.

Most Popular

To Top