SURAT

સુરત રેલવે સ્ટેશન નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે કોર્ટે આ આદેશ કર્યો

સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી. જેની સામે કોર્ટમાં (Court) ફરિયાદ કરવામાં આવતાં કોર્ટે કલેક્ટર, પાલિકા કમિશનરને નોટિસ (Notice) પાઠવી તા.10મી ડિસેમ્બરે હાજર રહેવાનો આદેશ કર્યો હતો.

  • રેલવે સ્ટેશન નજીકની જગ્યા ખાલી કરાવવા કબજેદારોને નોટિસ અપાતાં કોર્ટમાં ફરિયાદ
  • કોર્ટે મનપા કમિશનર અને કલેક્ટર સહિત અન્ય પદાધિકારીઓને નોટિસ આપી 10મીએ હાજર રહેવા જણાવ્યું

આ કેસની વિગત મુજબ ઝાંપાબજારથી રેલવે સ્ટેશન જવાના રોડ ઉપર મોચીની ચાલમાં છેલ્લાં 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી રહેતા કબજેદારોને કબજો ખાલી કરી દેવા માટે મનપાએ નોટિસ આપી હતી. અહીં ડિસ્ટ્રિક્ટ સેન્ટર બનાવવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં 20થી વધુ અરજદારોએ સુરતની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને દાદ માંગવામાં આવી હતી કે, મિલકતનો કબજો લેવામાં આવે ત્યારે તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, નહીંતર વળતરની રકમ 2013ના જમીન સંપાદનના કાયદા પ્રમાણે ચૂકવવી. જેમાં કોર્ટે ઇનચાર્જ જમીન સંપાદન અધિકારી, મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગના ડાયરેક્ટર, નાયબ નગર નિયોજક, ટાઉન પ્લાનિંગ તેમજ સુરત કલેક્ટરને નોટિસ પાઠવી હતી.

રિંગરોડ ઓવરબ્રિજ નીચે ગેરકાયદે ચાલતા આંગડિયા બંધ કરાવવાની માંગ

સુરત : ટેક્સટાઇલ લેબર યુનિયન દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદનપત્ર સુપ્રત કરી રિંગરોડ ઓવરબ્રિજ નીચે ચાલતા ગેરકાયદે આંગડીયાઓના દબાણ દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજની નીચે કેટલાક ગેરકાયદે આંગડીયાઓએ ધામો નાખ્યો છે અને કાયમી જગ્યા રોકી લીધી છે. તથા આંગડિયાઓની આડમાં અનેક પ્રકારના ગોરખ ધંધાઓ તથા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અવાર નવાર છેતરપિંડીના બનાવો પણ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે આંગડિયાઓ વિરુદ્ધ સતત ફરિયાદો ઉભી થઇ છે. છેલ્લા એક દોઢ મહિનાથી સુરત મનપાના સંબંધિત અધિકારી આર.સી પટેલને આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેઓ આ ફરિયાદને ધ્યાને લેવા તૈયાર નથી. તેથી યુનિયન દ્વારા મનપા કમિશ્નર બંછાનિધિ પાનીને તથા પોલીસ કમિશ્નર અજય તોમર સમક્ષ ગેરકાયદે અંગાંડિયાઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ દબાણ દુર કરવા માંગણી કરી છે.

Most Popular

To Top