SURAT

સુરતના લંપટ પોલીસ અધિકારીએ મહિલાને બિભત્સ મેસેજ કર્યા બાદ વિડીયો કોલ પર..

પલસાણા: (Surat) સુરત જિલ્લાના એક પી.એસ.આઇ. (PSI) દ્વારા મહિલા (Women) સહકર્મીને (colleague) આપત્તિજનક મેસેજ (Message) કરવાના પ્રકરણમાં કડોદરા (Kadodara) પોલીસ (Police) સ્ટેશનના PSIને જિલ્લા પોલીસ વડાનું તેડું આવ્યું હોવાની ચર્ચા છે. કડોદરા પોલીસ સ્ટેશનના PSIએ ગત 15 એપ્રિલની રાત્રિ (Night) દરમિયાન મહિલા એલ.આર.ને (LR) મેસેજ તેમજ વિડીયો કોલ (Video Call) કરી કેટલીક વાંધાજનક વાત કરી હતી.

મહિલા એલ.આર. દ્વારા જે-તે સમયે આ PSI સામે બોલવાની હિંમત કરી ન હતી. જ્યારે આ અંગે પોલીસ સ્ટેશનના ઈનચાર્જ એ.એસ.પી. બિશાખા જૈનને જાણ થતાં તેમણે બંધ બારણે આ મહિલા એલ.આર.ની પૂછપરછ કરતાં મહિલા એલઆરે PSIએ મેસેજ કર્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત એક મહિલા GRDને પણ મેસેજ કર્યા હોવાની પણ ચર્ચા છે. આ ઉપરાંત એક ગુનામાં ભોગ બનનાર યુવતીને પણ મેસેજ કર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ બિશાખા જૈને મહિલા પોલીસ કર્મચારીનો અલગથી રોલકોલ રાખી કેટલીક સૂચના આપી હતી અને જો કોઈ અધિકારી આપત્તિજનક મેસેજ કરે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું. બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં PSIના આ પ્રકારના વલણને લઈ ગુપ્ત રિપોર્ટ કર્યો હોવાની ચર્ચા છે. જેના આધારે જિલ્લા પોલીસ વડાએ 13 મી મેના રોજ જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં આ અંગે નિવેદન લખવા જણાવ્યું છે.

મહિલાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 91 હજાર પડાવી વધુ રૂપિયા માંગનાર સામે ફરિયાદ
સુરત: પરવટ પાટિયા વિસ્તારની મહિલાના ફેસબુકમાંથી ફોટા અને વિડીયોને મોર્ફ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.91 હજાર પડાવીને વધુ રૂપિયા માંગનાર યુવકની સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પરવટ પાટિયા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીનાં લગ્ન 2019માં થયાં હતાં. આ પહેલા તેમની મુલાકાત આશિષ જૈન નામના યુવકની સાથે ફેસબુકમાં થઇ હતી. ફેસબુકમાંથી મહિલાના ફોટા લઇ તેને વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આશિષ જૈને મહિલાને વિડીયો કોલ કરી મહિલાના અંગત ફોટાનું રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મહિલાએ શરૂઆતમાં 16 હજાર આપ્યા હતા. બાદ આશિષ જૈને વિડીયો ડિલીટ કરવાનું કહી બીજા 75 હજારની માંગણી કરી હતી. સમાજમાં બદનામી થાય તેવા ડરથી મહિલાએ 75 હજાર પણ ટ્રાન્સફર કરી આપ્યા હતા. તેમ છતાં પણ યુવકે કોઇપણ ફોટા કે વિડીયો ડિલીટ કર્યા ન હતા અને ફરીવાર બ્લેકમેઇલિંગ કરી વધુ રૂપિયા માંગ્યા હતા. આખરે આ મહિલાએ તેના પતિને વાત કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતાં પોલીસે આશિષ જૈન નામના ફેસબુક યૂઝરની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top