સુરત: (Surat) જહાંગીરપુરામાં ગુજરાત પોલીસમાં (Gujarat Police) ભરતી થવા માટે ટ્રેનિંગ લઇ રહેલા ઉમેદવારોની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરીને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ઉમેદવારોને કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ગેરરીતિથી ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડીને મહેનત કરી લક્ષ્ય હાંસલ કરો. ગુજરાતની આવનારી સુરક્ષા તમારી હાથમાં છે. પીએસઆઈ (PSI) અને એલઆરડી (LRD) ના ઉમેદવારોને ફ્રી ડાયટિંગ પણ આપવામાં આવે રહ્યું હોવાનું જોઈ હર્ષ સંઘવીએ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 58 દિવસથી ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એ એક જવાબદાર સમાજ જ કરી શકે છે.
જહાંગીરપુરામાં ખુલ્લા મેદાનમાં પટેલ સમાજ દ્વારા પીએસઆઇ અને લોકરક્ષક દળની ઉમેદવાર કરનારા યુવાઓને ફિઝીકલ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તમે બધા લોકોની સેવા કરવામાં માટે પોતાની તૈયારી કરી રહ્યા છો, ચોક્કસ સફળ થશો, ભૂતકાળમાં જે પોલીસ કર્મચારીઓ જવાબદારીઓ નિભાવી છે એ જવાબદારી તમે લેવા જઈ રહ્યા છો.‘રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખ્ત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસમાં સામેલ થઇ શકશે નહિ.
રાજ્ય સરકાર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતો 30 મિનિટનો એક શો એમ કુલ 4 શો ટેલિકાસ્ટ કરશે. ભરતીમાં 10 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. મારું માનવું છે ભરતીના નિયમ શું છે, ભરતી કઈ રીતે લેવાની છે, ભરતીમાં કેમેરા કઈ રીતે ગોઠવાયા છે, ભરતીમાં પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષામાં શું ફરક છે? તેવા પ્રશ્નો અને મૂંઝવણો દૂર કરતા ચાર શો બનાવાયા છે. જેમાં ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ છે, છેલ્લી બે-ત્રણ ભરતીમાં ટોપ કરનારા લોકોના વિચારો, ભરતીમાં શું કરવું અને શું ન કરવું વગેરે જેવી તમામ બાબતો આ શોમાં લઈને તેને સિમ્પલ બનાવાયો છે. જેથી તમામ ઉમેદવારોને સારી જાણકારી મળી શકે.’આ પરીક્ષા આપણા માટે મહત્ત્વની છે, પરંતુ એવું નથી કે આ પરીક્ષા આપણા જીવનની છેલ્લી પરીક્ષા છે, એટલે મન પરથી કોઈ ભાર હોય તો ઉતારી લેજો. ભરતી પ્રક્રિયા રોજ આવતી રહેશે, આ નહીં તો બીજી.’