સુરત (Surat) : સુરત શહેરમાં સ્પા, મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર (Prostitutions) કરાવવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે અહીંના ગોડાદરા વિસ્તારમાંથી એક મહિલા દ્વારા મકાન ખરીદીને ભાગીદારીમાં દેહવ્યાપારનો ધંધો શરૂ કરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાએ ગોડાદરા વિસ્તારમાં એક પુરુષ સાથે ભાગીદારીમાં મકાન ખરીદયું હતું. બંને જણાએ 3 મહિલાઓને દેહવ્યાપારનો ધંધો કરવા માટે મકાનમાં રાખી હતી અને કમિશન પર ધંધો કરાવતા હતા. પોલીસે દરોડા પાડ્યા ત્યારે સંચાલક મહિલા અને પુરુષ કાઉન્ટર લગાવીને બેઠાં હતાં. પોલીસે 6 ગ્રાહકો, 2 સંચાલક સહિત 8 જણાની ધરપકડ કરી હતી, જ્યારે 3 લલનાને મુક્ત કરાવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોડાદરા આસપાસ રોડ ઉપર આવેલી જીઈબી ઓફિસની સામે આવેલા હરિઓમ નગર સોસાયટીના ઘર નં. 11માં દેહવ્યાપારનો ધંધો ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેઈડ કરાઈ હતી. આ મકાન મનસુખ જાલોદરા (ઉં.વ. 44, રહે. બી-11, સરદાર નગર, દેવધગામ, ગોડાદરા, સુરત, મૂળ વદન મહુવા, ભાવનગર) અને સંપા ઉર્ફે જ્યોતિ કુંડુ (ઉં.. 47, રહે. હરીઓમ નગર સોસાયટી, ગોડાદરા, સુરત, મૂળ વતન દુર્ગાપુર, કલકત્તા)ની માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રેઈડ કરી ત્યારે સંપા અને મનસુખ કાઉન્ટર લગાવી બેઠાં હતાં. જ્યારે પહેલાં માળ પર ત્રણ રૂમની અંદર ત્રણ લલનાઓને રાખી હતી. કસ્ટમર પાસે રૂપિયા લઈ મનસુખ અને સંપા કસ્ટમરોને ઉપરના માળે લલના પાસે મોકલતા હતા. પોલીસે રેઈડ કરી ત્યારે ઉપરના માળના બે રૂમમાં બે લલનાઓ અને બે કસ્ટમર કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે મનસુખ, સંપા ઉપરાંત ગ્રાહકો દીપક ઉર્ફે દિનેશ ફતુભાઈ ખલાલ (ઉં.વ. 22, રહે. જલારામ સોસાયટી, મોડલ ટાઉન, આઈમાતા સર્કલ, ગોડાદરા, મૂળ વતન, રાજસ્થાન), મનસુખ નારંગ ટોંક (ઉં.વ. 45, ધંધો કાપડ, રહે. રામનગર સોસાયટી, વેડરોડ, અમિત દામજીભાઈ ગોટી (ઉં.વ. 30, રહે. સાઈઆશિષ એપાર્ટમેન્ટ, મોટા વરાછા, મૂળ વતન પાલીતાણા, ભાવનગર), અંકિત મિશ્રા (રહે. આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ, વડોદ, સુરત મૂળ વતન ભદોહી, યુપી) સોહિલ અલી હીમાણી (રહે. યુવાન ોસસાયટી, સુમીત હોટલ પાસે ઉન પાટિયા, મૂળ વતન સુરેન્દ્રનગર), ફિરોઝ અખ્તર મોલા (રહે. આદર્શ કુંજ સોસાયટી, ગોડાદરા, મૂળ વતન પશ્ચિમ બંગાળ) ને પકડી પાડ્યા હતા. પોલીસે કોન્ડોમ, મોબાઈલ સહિત કુલ 1.24 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
હિસાબની ડાયરી રાખતા હતા
ભાગીદારીનો ધંધો ચલાવતા હોય તેમ સંપા અને મનસુખ બધો હિસાબ રાખતા હતા. કાઉન્ટર પર બંને જણાએ ડાયરી રાખી હતી, જેમાં કેટલાં કસ્ટમર આવ્યા. કેટલો વકરો થયો તેનો હિસાબ રાખતા હતા. આ ડાયરી પણ પોલીસે કબ્જે લીધી છે. આ બંને જણા ગ્રાહકો પાસેથી 800 રૂપિયા વસૂલી લલનાને 500 આપતા હતા અને કમિશન પેટે 300 રૂપિયા રાખતા હતા.
લલના ફ્રી નહીં હોય ગ્રાહકો વેઈટીંગમાં ઉભા હતા
બે માળના આ મકાનમાં પહેલાં માળ પર ત્રણ રૂમમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. મનસુખ અ્ને સંપાએ ભારતીય મૂળની લલનાઓને દેહવ્યાપાર માટે મકાનમાં રાખી હતી. બે રૂમમાં લલનાઓ સાથે બે કસ્ટમર શરીર સુખ માણતા હતા, ત્યારે કેટલાંક કસ્ટમર દાદર પર વેઈટીંગમાં ઉભા હતા. પોલીસે કુલ 6 ગ્રાહકોને પકડી પાડ્યા હતા. 3 લલનાને મુક્ત કરાવી હતી.