સુરત : લિંબાયતમાં સગા ભત્રીજાએ કાકીની (Aunty) સાથે બળજબરી કરી હતી. પતિથી (Husband) અલગ રહેતી પત્ની (Wife) ભત્રીજાના (Nephew) ઘરે સામાન લેવા માટે ગઇ ત્યારે ભત્રીજાએ કાકીને ઘરના બેડ (Bed) ઉપર ધક્કો મારીને સૂવડાવ્યા બાદ છેડતી કરી હતી. આ ઉપરાંત ‘અભી દૂસરી બાર ઘર કા સામાન લેને આઇ હૈ, તો તેરે બચ્ચો કો જાન સે માર દુંગા’ કહી સગા ભત્રીજાએ કાકીને ધમકી પણ આપી હતી. જે અંગે પોલીસે (Police) ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
- ‘અભી દૂસરી બાર ઘર કા સામાન લેને આઇ હૈ, તો તેરે બચ્ચો કો જાન સે માર દુંગા’ કહી સગા ભત્રીજાએ કાકીને ધમકી આપી.
- રૂબિનાએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો આવી પહોંચ્યા.
- બે વર્ષ પહેલા મહિલાનો પતિ તેના પુત્રને લઇને વતન ઉત્તરપ્રદેશ ચાલ્યો ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં રહેતી રૂબિના (નામ બદલ્યુ છે)ના લગ્ન શફી (નામ બદલ્યુ છે)ની સાથે થયા હતા. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બે વર્ષ પહેલા શફી તેના પુત્રને લઇને વતન ઉત્તરપ્રદેશ ચાલ્યો ગયો હતો. બે વર્ષ સુધી પતિ સુરતમાં નહીં આવતા રૂબિના પોતાની બે પુત્રીઓને લઇને વતન રાજસ્થાનમાં જતી રહી હતી. આ દરમિયાન શફી સુરતમાં આવ્યો હતો અને ઘરનો સામાન ભત્રીજા શાહનવાઝ અલાઉદ્દીન અન્સારીના ઘરે મુકી દઇને પરત ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો. બીજી તરફ રૂબિના પોતાની ઘરવખરીનો સામાન લેવા માટે આવી હતી અને શાહનવાઝના ઘરે ગઇ ત્યારે શાહનવાઝે તેની કાકીને પહેલા ઘરમાં આવવા માટે કહ્યું હતું.
રૂબિનાએ કોઇપણ વાત કરવાની ના પાડીને સામાન માંગતા શાહનવાઝે રૂબિનાને ઘરમાં ખેંચી લઇને બેડ ઉપર ધક્કો મારી દીધો હતો. રૂબિનાના હાથમાં બે વર્ષની બાળકી પણ હતી, તેને પણ ધક્કો મારીને ફેંકી દેવાઇ હતી. ત્યારબાદ શાહનવાઝે રૂબિનાની છેડતી કરી હતી. રૂબિનાએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો આવી પહોંચ્યા હતા. ત્યારે શાહનવાઝે રૂબિનાને ધમકી આપતા કહ્યું કે, ‘અભી દૂસરી બાર ઘર કા સામાન લેને આઇ હૈ તો તેરે બચ્ચો કો જાન સે માર દુંગા’. બનાવ અંગે પોલીસે શાહનવાઝની સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.