SURAT

લો બોલો.. સુરતમાં 14 વર્ષનો કિશોર શોખ ખાતર વાહન ચોરી કરી રાતભર રખડીને ગમે ત્યાં મુકી દેતો

સુરત : ડુમસ પોલીસે (Dummas Police) ગઈકાલે પેટ્રોલિંગ વખતે એક કિશોરને રિક્ષા (Auto) ચલાવતા પકડ્યો હતો. આ એ જ કિશોર હતો. જેને ડુમસ પોલીસે પહેલા પણ વાહન (Vehicle) ચોરીના કેસમાં પકડ્યો હતો. માત્ર 14 વર્ષના આ કિશોર પાસેથી પોલીસે ચોરીની 3 રિક્ષા રિકવર કરી હતી. આ કિશોર કોઈપણ વાહન ચોરી કરી રાતભર ફરાવી ગમે ત્યાં મુકી દેતો હતો.

ડુમસ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે એસ કે નગર ચાર રસ્તા તરફ એક ઓટો રિક્ષા (જીજે-05-બીડબલ્યુ-9947) લઈને એક વ્યક્તિ રોંગ સાઈડમાં આવતો હતો. પીએસઆઈ એમ.એચ.સાંકળીયા અને એલઆર જયદિપભાઈ કાળુભાઈએ તેને ઉભા રહેવા કહ્યું હતું. આ વ્યક્તિને રોંગ સાઈડમાં રિક્ષા ચલાવવા બાબતે પુછપરછ કરતા તે અગાઉ પણ ડુમસ પોલીસમાં ચોરીના ગુનામાં પકડાયેલો 13 વર્ષનો કિશોર હતો. તેની પુછપરછ કરતા આ રિક્ષા પણ ચોરીની હોવાનું કબૂલાત કરી હતી. આ સિવાય ખટોદરા, ઉધના અને સચિન જીઆઈડીસીમાંથી રિક્ષા ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. આ કિશોર 14 વર્ષની ઉમરે 3 રિક્ષાની ચોરી કરી છે.

આ અગાઉ ડુમસ પોલીસે ઇકો કાર ચોરીના કેસમાં પકડ્યો હતો. ઉમરા પોલીસે પણ અગાઉ મોપેડ ચોરીના ગુનામાં પકડ્યો હતો. કિશોર કોઈપણ વાહનનું લોક તોડીને ચોરી કરી લઈ જતો હતો. અને આખી રાત શહેરમાં ફેરવી ગમે ત્યાં મુકીને જતો રહેતો હતો. આજસુધી તેને ચોરીનું એક પણ વાહન વેચ્યું નથી. શોખ ખાતર વાહન ચોરી ફેરવીને ગમે ત્યાં મુકી દેતો હતો.

ગુમ થયા પછી મુંબઈ-કલ્યાણમાંથી મળ્યો અને બાદમાં ચોરી કરતો થયો
કિશોરના પિતા મગદલ્લા ખાતે વેલ્ડીંગનું કામ કરે છે. તે ખુદ પુત્રની હરકતોથી કંટાળ્યા છે. કિશોર 9 વર્ષનો હતો ત્યારે પહેલી વખત મોપેડની ચોરી કરી હતી. કિશોર આ પહેલા ગુમ થયો હતો. અને 15 દિવસ પછી મુંબઈના કલ્યાણમાંથી મળ્યો હતો. ત્યારથી તેનું મગજ સનકી થયું હતું. ગમે ત્યારે ઘરમાંથી નીકળી જાય અને વાહન ચોરી કરતો થયો હતો. તેણે ધોરણ 5 સુધીનો જ અભ્યાસ કર્યો છે. બાદમાં એક પછી એક મોપેડ અને રિક્ષા ચોરી કરતો થયો હતો. તે કોઈપણ વાહનનું લોક સરળતાથી તોડી ચોરી કરી શકે છે.

ગોડાઉનમાં ડિટેક્ટ થયેલી બાઈકના મેમોના આધારે આરોપી પકડાયો
ડુમસ પોલીસે બીજા પણ એક 15 વર્ષના કિશોરને બાઈક ચોરીના ગુનામાં પકડ્યો હતો. ડુમસ પોલીસે ડિટેઈન થયેલા વાહન બાબતે રિજ્યન-2 માં તપાસ કરી હતી. ત્યારે એક બાઈક (જીજે-05-કેબી-3861) નંબરની ડુમસ પોલીસની હદમાં ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જેથી ડુમસ પોલીસે આ બાઈકનો મેમો કોના નામનો ફાટ્યો તે અંગે તપાસ કરતા તેના સરનામે પહોંચી ગઈ હતી. અને આરોપીને પકડી પાડી બાઈક ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો.

Most Popular

To Top