સુરત: (Surat) લિંબાયતમાં મહાપ્રભુનગર, મમતા સિનેમા પાસે સવારના પાંચ વાગ્યે પત્નીને (Wife) મહારાષ્ટ્ર (Maharashtra) જવાનું કહી નિકળેલા યુવાનને લોકોએ ચોર (Thief) સમજીને મારી નાંખ્યો હતો. પોલીસે (Police) અજાણ્યા ટોળા સામે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીના સસરા ગંભીર હોવાથી તેઓને હોસ્પિટલ ખાતે મળવા જવાનુ છે એમ કહીને યુસુફ મોહમદ મુસ્તાક શેખ ઉ. વર્ષ 30 રહેવાસી પ્રતાપ નગર , લિંબાયત ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે યુસુફની પત્ની રેશમાને ફોન આવ્યો હતો કે તેના પતિનુ મરણ થઇ ગયુ છે. દરમિયાન યુસુફને શોધવા તેના ભાઇઓ નીકળતા તેઓને યુસુફની સ્મીમેર હોસ્પિટલમાં શિફટ કરાયો હોવાની વિગત જાણવા મળી હતી. તેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુસુફને ગઇ સવારના પાંચ વાગ્યે અજાણ્યા લોકોએ ચોર સમજીને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને શરીરના સંખ્યાબંધ ભાગોમાં ફેકચર કર્યુ હતુ. ગંભીર રૂપથી ધવાયેલા યુસુફનુ હોસ્ટિપમાં મોત થતા પોલીસ દ્વારા અજાણ્યા ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
જનતા માર્કેટમાંથી 57 જેટલા મોબાઇલ ફોન લઇ જતો શંકાસ્પદ ઇસમની પોલીસે ધરપકડ કરી
સુરત : મહિધરપુરા પોલીસે મજૂર જેવા દેખાતા ઇસમની જડતી લેતા તેની પાસેથી સેકંડેડ એવા કુલ 57 જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ઇસમે તેણે તમામ ફોન જનતા માર્કેટ ચોક બજાર ખાતેથી મેળવ્યા હોવાની વાત કરી છે. દરમિયાન મહિધૅપુરા પોલીસ દ્વારા મોબાઇલ ફોન બજાર જનતા માર્કેટમાં ચોરના ફોન વેચાતા નથીને તેની તપાસ શરૂ કરી છે.
પોલીસે એસમ અસ્લમ શેખ, ઉ. વર્ષ 34 રહેવાસી મીઠીખાડી , પાણીની ટાંકી પર શંકા જતા તેની જડતી લીધી હતી. તેની પાસેથી કુલ 57 જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તે કોઇ પૂરાવો આપી શકયો ન હતો. આ મોબાઇલમાં ઓપોસ, સેમસંગ અને એમઆઇ જેવા ફોન હતા. પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મોબાઇલ ફોન સ્નેચીંગના હોવાની શંકાને આધારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જનતા માર્કેટમાં સેકંડ મોબાઇલ ફોનનુ બજાર છે ત્યારે આ બજારમાં ચોરીના ફોન વેચાય છે કે નહી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.