SURAT

સુરતનાં પાંડેસરામાં રક્ષા બંધન નિમિતે વતન જવાની જીદ નવવધુને આપઘાત સુધી લઈ ગઈ

સુરત: પાંડેસરામાં (Pandesara) 18 વર્ષીય યુવતીએ ઘરમાં એસિડ ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલમાં (Hospiatl) છેલ્લા શ્વાસ લીધા હતાં. સીનકીદેવીના ત્રણ મહિના પહેલા જ લગ્ન (Marriage) થયા હોવાનું અને રક્ષાબંધન (Rakshabandhan) નિમિતે ભાઈને રાખડી બાંધવા વતન જવાની જીદ પુરી ન થતા આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે (Police) જણાવ્યું હતું કે સીનકીદેવીમૂળ બિહારના રહેવાસી અને વતનવાસી અજીત પાસવાન (રહે પાંડેસરા શાંતા નગર) સાથે 3 મહિના પહેલા જ લગ્નગથી થી જોડાયા હતા. વતન બિહારમાં લગ્ન થયા બાદ સીનકીદેવી પતિ સાથે પોતાના સાસરે સુરત આવી ગયા હતા. પતિ અજીત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મંગળવારનાં રોજ બપોરે સીનકીદેવીએ ઘરમાં એસિડ ગટગટાવી લીધું હતું. જાણ થતાં પરિવારજનો સીનકીદેવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે ટુંકી સારવાર બાદ સીનકીદેવીનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

પરિવારે જણાવ્યું હતું કે સીનકીદેવી અને અજીતનાં ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા. તેઓ સુખેથી સુરતમાં રહેતા હતા. દરમિયાન સીનકીદેવીએ રક્ષાબંધન માટે ભાઈને રાખડી બાંધવા વતન જવાની જીદ પકડી હતી. જોકે સાસુએ આર્થિક પરિસ્થિત ન હોવાના કારણે રાખડી બાંધવા જવાની ના પાડી હતી. જેથી સીનકીદેવીને માઠું લાગી આવ્યું હતું અને આ અંતિમ પગલું ભરી લીધું હતું. હાલ તો પોલીસે પરિવારના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top