SURAT

સુરતમાં ધો. 8ના વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યા

સુરત: (Surat) ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ (Grishma Vekariya Murder) બાદ સુરત શહેર પોલીસ દ્વારા સ્કૂલ આસપાસ ફરતા અસામાજિક તત્વો પર વોચ ગોઠવવામાં આવી છે. સ્કૂલ છૂટવા અને જવાના સમયે પોલીસ દ્વારા સ્કૂલ ગેટની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, આવી જ એક ક્વાયત દરમિયાન ધો. 8માં ભણતા એક વિદ્યાર્થીની (Student) સ્કૂલ બેગમાંથી (School Bag) પોલીસને ઘાતક હથિયારો (Weapons) મળી આવ્યા છે.

  • અલથાણ સોહમ સર્કલ પાસે બે જણા હથિયાર લઈને ફરતા હતા
  • પોલીસે વોચ ગોઠવી વિદ્યાર્થી સહિત બે જણાને પકડ્યા
  • વોન્ટેડ આરોપી રાજ કિરપાલસિંગ પાસેથી હથિયાર લાવ્યાની કબૂલાત
  • પોલીસે બંને જણાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં જોવા મળતી ગુનાખોરી પર કાબુ મેળવવા માટે સુરત શહેર પોલીસે સ્પેશ્યિલ ટીમની રચના કરી છે. આ ટીમ દ્વારા સતત સ્કૂલોની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આવી જ એક સર્ચ પેટ્રોલિંગ દરમિયાન ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે એક યુવક તથા ધો.8નો વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વિદ્યાર્થીના સ્કૂલ બેગની તપાસ કરતા તેમાંથી દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થી અને તેની સાથે ફરતા યુવકને પકડી લીધો હતો અને આ હથિયારો વિદ્યાર્થી ક્યાંથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હથિયારો સાથે રાખીને ફરતા હોવાની બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા ધો. 8ના વિદ્યાર્થઈની બેગમાંથી હથિયાર મળ્યા હતા. દેશી તમંચા સાથે છરા પણ મળ્યા હતા. એક આરોપીની ઉંમર માત્ર 16 વર્ષ છે, જે ધો. 8માં અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલસિંગ (ઉધના) પાસેથી લાવ્યો હતો. તેનો ઉપયોગ શું કરવાનો હતો તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપી જાવેદ જમીર શેખ (રહે. એસએમસી આવાસ, ખટોદરા) ને પકડી પાડ્યો છે.

Most Popular

To Top