SURAT

સુરતનો મોસ્ટ વોન્ટેડ સલમાન લસ્સીને એક વર્ષ બાદ SOGએ દબોચ્યો

સુરત: સુરતના (Surat) ડિંડોલી (Dindoli) અને લિંબાયત પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો અને માથાભારે છાપ ધરાવતો મોસ્ટ વોન્ટેડ (Most Wanted) સલમાન લસ્સી નામના આરોપીને SOG ની ટીમે ઝડપી પાડ્યો છે. સલમાન લસ્સી ગેંગનો મુખ્ય સૂત્રાધાર પકડાતા જ આઠ જેટલા ગુનાના (Crime) ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. લસ્સી ગેંગ (Lassi Gang) દ્વારા મારમારી, ધાક-ધમકી સહિતના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો.

  • લસ્સી ગેંગ દ્વારા મર્ડર, હાફ મર્ડર, મારા મારી, ધાક-ધમકી સહિતના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો
  • ગેંગનું વર્ચસ્વ વધતા પોલીસે તેને પકડવાની તૈયારી કરી તો લસ્સી અંડર ગ્રાઉન્ડ થઈ ગયો
  • લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ ગેંગ સામે આઠ જેટલા ગુનાઓ નોધાયા
  • સલમાન લસ્સી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો, મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં શામિલ હતુ નામ

SOG પોલીસે જણાવ્યું હતું કે સલમાન લસ્સી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. તે ગેંગનો મુખ્ય સૂત્રાધાર હતો. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. આરોપી સલમાન ઉર્ફે સલમાન લસ્સી લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં સાગરિતો સાથે મળી પોતાની લસ્સી ગેંગ ઉભી કરી ગુનાઓને અંજામ અપાતો હોય તેવું કબૂલ્યું હતું. આ ગેંગનું વર્ચસ્વ વધતા લીંબાયત પોલીસે તેને પકડવાની તૈયારી કરતા સલમાન લસ્સી અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે લસ્સી ગેંગ દ્વારા મર્ડર, હાફ મર્ડર, મારા મારી, ધાકધમકી સહિતના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ ગેંગ સામે આઠ જેટલા ગુનાઓ નોધાયા હતાં. જેમાં સલમાન લસ્સી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. જો કે આખરે પકડાઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top