સુરત : કાપોદ્રા ખાતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકને રબારીએ માથામાં કંઇક મારી દીધું હતું. યુવક ઘરે લોહીલુહાણ હાલતમાં પહોંચ્યો હતો. જેથી તેની કાકી અને બહેન આ રબારીને પુછવા ગઈ તો તેમણે કાકીને તમાચો (Slap) માર્યો હતો. અને બહેનની છેડતી કરી હતી.
કાપોદ્રા ખાતે રવિપાર્કની સામે રહેતી 30 વર્ષીય પ્રિતીબેન પટેલ (નામ બદલ્યું છે) એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિતીબેન વડોદરા ખાતે પતિ અને સંતાનો સાથે રહે છે. પરંતુ બે અઠવાડિયાથી તેમના પિતાના ઘરે મળવા આવી છે. ગઈકાલે રાત્રે પ્રિતીબેનનો ભત્રીજો લોહીલુહાણ હાલતમાં રડતો રડતો ઘરે આવ્યો હતો. ભત્રીજાને પુછતા કોઈ બાળકે તેમના બાળકને ધમકાવ્યો હતો. જેથી તે ત્યા પુછવા ગયો તો ભાવેશ રબારીએ તેને માથામાં પાછળથી કઈ મારી દીધુ હોવાનું કહ્યું હતું. જેથી પ્રિતીબેન તેમની ભત્રીજી અને માતાને લઈને ત્યાં ગયા હતા.
ભાવેશભાઇ સુખાભાઇ રબારી, ભાવેશ ઉર્ફે ભાવો ઇસાભાઇ ભરવાડ તથા મયુર ત્યાં ઉભા હતા. પ્રિતીબેને તેમના ભત્રીજાને કેમ માર્યો તેમ પુછતા ભાવેશ રબારી ઉશ્કેરાઈને અપશબ્દો બોલતો હતો. તે વખતે ભાવેશ ભરવાડે પ્રિતીબેનના 17 વર્ષની ભત્રીજીના શર્ટનો કોલર પકડી શારિરીક છેડછાડ કરી હતી. અને ભાવેશ ભરવાડે તમાચો મારી દીધો હતો. બાદમાં તેમના પડોશી બેન વચ્ચે પડતા આ ભરવાડે જામથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા ભાગીદારે જાનથી મારી નાંખવાની ધમકી આપી
સુરત : કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકલાયેલા ભાગીદારોમાં તકરાર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમાં પ્લોટના વિવાદમાં કોર્ટનો ખર્ચો નહીં આપીને મારી નાંખવાની ધમકી આપતા આ મામલે ભાગીદાર દ્વારા મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. યોગેશ હરિહર દૂબે (ઉ. વર્ષ 30, ધંધો, બાંધકામ હરીનગર સોસાયટી, શુભ રેસિડન્સી સર્કલ પાસે, ઉધના) દ્વારા આરોપી ધર્મેશ ગોપલસિંગ રાજપૂત સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં આ લોકો દ્વારા પચાસ લાખની કિંમતનો પ્લોટ લેવામાં આવ્યો હતો. તેમાં યોગેશભાઇ અને અન્ય ભાગીદારની સાક્ષી તરીકે સહી લીધી હતી. આ પ્લોટમાં વિવાદ થતા મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે માટે યોગેશભાઇ દ્વારા ધર્મેશભાઇ પાસે કોર્ટનો ખર્ચ માંગવામાં આવ્યો હતો. ધર્મેશસિંગ દ્વારા પ્લોટ પર કબ્જો લીધા બાદ આ ખર્ચો આપવાનો પણ ઇનકાર કરીને યોગેશ દૂબેને ટાંટિયા તોડવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચતા ગુનો દાખલ થયો હતો.